ઉપહારકાંડમાં સુપ્રિમે ગોપાલ અંસલને ફટકારી 1વર્ષની સજા,સૂશીલ પર રહેમ

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 9, 2017, 4:13 PM IST
ઉપહારકાંડમાં સુપ્રિમે ગોપાલ અંસલને ફટકારી 1વર્ષની સજા,સૂશીલ પર રહેમ
સુપ્રિમ કોર્ટે 1997ના ઉપહાર અગ્નિકાંડ મામલે રિયલ એસ્ટેટ દિગ્ગજ ગોપાલ અંસલને એક વર્ષની સજા ગુરુવારે સંભળાવી હતી. આ ઘટનામાં 59 લોકોના મોત નીપજ્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 9, 2017, 4:13 PM IST
સુપ્રિમ કોર્ટે 1997ના ઉપહાર અગ્નિકાંડ મામલે રિયલ એસ્ટેટ દિગ્ગજ ગોપાલ અંસલને એક વર્ષની સજા ગુરુવારે સંભળાવી હતી. આ ઘટનામાં 59 લોકોના મોત નીપજ્યા હતા.
કોર્ટે 2:1 બહુમતીથી ચુંકાદો આપ્યો હતો. ગોપાલ અંસલને એક વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બાકીની સજા પુરી કરવા ચાર સપ્તાહમાં સરેન્ડર કરવા આદેશ અપાયો છે.
કોર્ટે મોટાભાઇ સુશીલ અંસલની ઉમરને ધ્યાનમાં લઇ તેમને રાહત આપી છે અને તેમણે એટલી સજા જ કરાઇ જેટલો સમય તે જેલમાં રહ્યા હતા. આ સમયમાં તેમને આપવામાં આવેલી છુટ પણ સામેલ છે.
જસ્ટિસ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ કુરિયન જોસેફએ બહુમત સાથે આ ચુંકાદો આપતા કહ્યુ કે સુશીલ અને ગોપાલ અંસલ પર લગાવાયેલ 30-35કરોડનો દંડ વધુ નથી. જસ્ટિસ ગોગોઇ અને જસ્ટિસ જોસેફએ બહુમતથી ચુંકાદો આપ્યો જ્યારે જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ અલ્પમતમાં રહ્યા હતા.

સુપ્રિમ કોર્ટે આ આદેશ સીબીઆઇ અને પીડિતોની સંસ્થાની અરજી પર સુનાવણી કરતા આપ્યો છે. અરજી 2015માં આપેલ ચુંકાદા પર પુનવિચારનો અનુરોધ કરાયો હતો. આ ચુકાદામાં કહેવાયું હતું કે દંડના રૂપમાં 30-30કરોડ રૂપિયા નહી આપવા પર સુશીલ અંસલ અને ગોપાલ અંસલને બે વર્ષની સજા ભોગવવી પડશે. તપાસ એજન્સીએ ઉપહાર ત્રાસદી પીડિત સંઘે સુપ્રીમ કોર્ટના 19ઓગસ્ટ 2015ના ચુકાદા પર પુનવિચાર અનુરોધ કર્યો હતો.
First published: February 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर