GST લાગુ પડતા આપણી અર્થ વ્યવસ્થા મજબુત થશેઃઅરૂણ જેટલી

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 1, 2017, 1:25 PM IST
GST લાગુ પડતા આપણી અર્થ વ્યવસ્થા મજબુત થશેઃઅરૂણ જેટલી
નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરુવારે મોદી સરકારના ત્રણ વર્ષ પુર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યુ કે સરકારને વિરાસતમાં ભ્રષ્ટ્રાચાર મળ્યો હતો. જેને લઇ ત્રણ વર્ષ આર્થિક રૂપે ચુનોતીપુર્ણ રહ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 1, 2017, 1:25 PM IST
નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરુવારે મોદી સરકારના ત્રણ વર્ષ પુર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યુ કે સરકારને વિરાસતમાં ભ્રષ્ટ્રાચાર મળ્યો હતો. જેને લઇ ત્રણ વર્ષ આર્થિક રૂપે ચુનોતીપુર્ણ રહ્યા છે.
જેટલીએ કહ્યુ ત્રણ વર્ષમાં ભારત આર્થિક રૂપથી તેજીથી વિકાસ કરનારો દેશ છે. અમારી સરકારે જુની અર્થવ્યવસ્થાને બદલવાનો પ્રયાસ કર્યો અને ગરીબોના વિકાસ માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે. જેની અસર જીએસટી લાગુ થયા બાદ જોવા મળશે.
નાણામંત્રીએ કહ્યુ આ ત્રણ વર્ષમાં તેમની સરકારના પ્રયાસ રહ્યો કે વિશ્વમાં ભારતની છબી એક ભ્રષ્ટ્રાચાર મુક્ત દેશની બનવી જોઇએ. આ દિશામાં નોટબંધીનું મોટુ યોગદાન રહ્યુ છે. દેશની છબિ બદલાતા અસર એ થઇ કે ભારતમાં વિદેશી રોકાણ વધ્યુ અને દુનિયામાં ભારતની શાખ મજબુત બની છે.
તેમણે કહ્યુ નોટબંધીને કારણે દેશમાં ટેક્સ આપનારા લોકો વધ્યા છે. જેની દેશનની અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર થઇ છે. જીએસટી કેન્દ્ર સરકારનું એક મોટુ કદમ છે જે લાગુ થયા બાદ ફાયદો આપણી અર્થ વ્યવસ્થાને થવાનો છે.
First published: June 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर