શાળાના બાળકો માટે તેમની પહેલને આગળ ધપાવવા માટે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ અને યુનિસેફે શુક્રવારે “નેશનલ વર્કશોપ ઓન સપોર્ટીંગ ચાઈલ્ડ ઈનોવેટર્સ”નું આયોજન કર્યુ હતું.
અમદાવાદ: આ નેશનલ વર્કશોપમાં 100થી વધુ ઉદ્યોગસાહસિકો, ઈનોવેટર્સ, પોલિસીમેકર્સ, સ્ટાર્ટઅપ, વિદ્યાર્થી ઇનોવેટર અને શિક્ષણ અને ઉદ્યોગ જગતના સહયોગીઓ હાજર રહયા હતા. વર્કશોપમાં શાળાનાં બાળકોમાં ઈનનોવેશનની વ્યવસ્થા કઈ રીતે વિકસાવવી તે અંગે ચર્ચા થઈ હતી.
જીયુસેકના ગ્રુપ સીઈઓ રાહૂલ ભગચંદાનીએ તેમના પ્રવચનમાં જણાવ્યુ હતું કે “એક દેશ તરીકે આપણને ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો અને જોબ સર્જકોની જરૂર છે, પરંતુ સૌથી વધુ, આપણને સમસ્યા હલ કરનારા (પ્રોબ્લેમ સોલ્વર)ની જરૂર છે. અમે શાળાના બાળકોમાં સમસ્યા હલ કરવાની ભાવના કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે બાળકોની ઇનોવેશન ઇકોસિસ્ટમ અને તેની આસપાસ સંબંધિત નીતિઓ બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ. આજનાં વર્કશોપમાં થયેલી ચર્ચાઓ અને તેના પરિણામો રાષ્ટ્રીય સ્તરે આપણે જે વિશાળ ઇકોસિસ્ટમ પર કામ કરી રહ્યા છીએ તેને આકાર આપવામાં મદદ કરશે.” ભગચંદાનીએ ગુજરાત સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) 2.0 વિશે પણ વાત કરી, જેનો ઉદ્દેશ્ય શાળાના વિદ્યાર્થીઓને ઈનોવેશનમાં આર્થિક રીતે મદદ કરવાનો છે, અને વિદ્યાર્થીઓને તેનો લાભ લેવા વિનંતી કરી.
યુનિસેફ ગુજરાતના ચીફ પ્રશાંત દાસ જણાવે છે, "યુનિસેફ અને ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ જે ગુજરાત સરકારના સહયોગથી સક્ષમ વાતાવરણનું નિર્માણ કરી રહી છે અને રાજ્યમાં ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાને આકાર આપવામાં અને તેનું સંવર્ધન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, અમે વાર્ષિક ચિલ્ડ્રન ઇનોવેશન ફેસ્ટિવલ પ્રભાવ - સામાજિક સાહસિકતા કાર્યક્રમ, શાળાઓમાં ATL માટે અનબોક્સિંગ ટિંકરિંગ અને પ્લેટફોર્મ સહિતના અસંખ્ય કાર્યક્રમો પર સહયોગ કર્યો છે. આ વર્ષે, અમે વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઈનોવેશન સેન્ટરની સ્થાપના કરીને એક પગલું આગળ વધાર્યું છે. જેનો ઉદ્દેશ્ય બાળકોને માર્ગદર્શક, હાથ પર તાલીમ, ઇન્ટરેક્ટિવ કાર્યક્રમો અને સ્પર્ધાઓ દ્વારા સર્જનાત્મક, નવીન અને ઉદ્યોગસાહસિક સંવાદમાં સંલગ્ન કરવા ઉપરાંત સંસાધનો અને સુવિધાઓ વિસ્તરે છે. આ બાળકો અને શાળાઓ સુનિશ્ચિત કરે છે કે આ નવીન વિચારોને કમર્શિયલ ઉત્પાદનો/સેવાઓમાં રૂપાંતરિત કરવામાં આવે.” વર્કશોપના ત્રણ સેશનમાં 21મી સદીના કૌશલ્યો અને બાળકો માટે ઇનોવેશન ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા, સોફ્ટ અને હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેવા અને નવી શિક્ષણ નીતિ 2020, શિક્ષણ નવા સ્વરૂપો અને શિક્ષણના આગળના ઉદાહરણો પર ચર્ચા કરવામાં આવી હતી. યુવા ઇનોવેટર્સ દ્વારા પિચિંગનું પણ એક સેશન હતું.
વર્કશોપમાં જીયુસેક અને યુનિસેફ તેમના સંયુક્ત પ્રયાસ તરીકે ‘’નેશનલ ચીલ્ડ્રન ઈનોવેશન ચેલેન્જ’’ (NCIC)નો પણ પ્રારંભ કર્યો છે. NCIC, વાર્ષિક ચિલ્ડ્રન ઈનોવેશન ફેસ્ટિવલ (CIF)ના ભાગરૂપે, વર્તમાન સમસ્યાઓના ઉકેલ માટે દેશભરના બાળકો પાસેથી અરજીઓ આમંત્રિત કરશે. NCIC વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઈનોવેશન સેન્ટર (VSCIC) દ્વારા બાળકોના વિચારોને ઓળખી, માવજત અને પ્રોત્સાહન આપશે, જે GUSEC દ્વારા યુનિસેફ અને YUWAAHના સહયોગથી ગુજરાતમાં બાળકો દ્વારા ઈનોવેશનને ટેકો આપવા માટે સ્થાપવામાં આવ્યું છે.
NCIC શાળાઓનાં એક લાખથી વધુ બાળકોને ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતા અંગે જાણકારી આપશે તેવી અપેક્ષા છે. ચેલેન્જના ભાગ તરીકે નાના ઉદ્યોગસાહસિકોની 500 સ્ટાર્ટઅપ ટીમ તૈયાર કરવામાં આવશે અને તેમના વિચારોનું ઈન્ક્યુબેટર -વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઈનોવેશન સેન્ટર મારફતે સંવર્ધન કરવામાં આવશે. નાના ઈનોવેટર્સની વ્યવસ્થા (ecosystem) ઉભી કરવા માટે વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઈનોવેશન સેન્ટરે અગાઉ ટીચર્સ ટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજ્યો હતો જેમાં ગુજરાતના 16 શહેરોના 54 શિક્ષકો સામેલ થયા હતા. તેમને ઈનોવેશન, ઉદ્યોગસાહસિકતા અંગે જાણકારી આપીને બાળ ઉદ્યોગસાહસિકતા માટે સક્ષમ બનાવાના માર્ગો જણાવવામાં આવ્યા હતા.