અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આગામી 5 તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે તે પહેલાં કોંગ્રેસે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દાવો કર્યો છે. પ્રથમ ચરણના મતદાનમાં 55 બેઠકો પર કોંગ્રેસની જીત પાક્કી હોવાનો દાવો પણ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા અને રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ કાર્યાલય પર પત્રકાર પરિષદ યોજાઈ હતી.
જેમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુંડડા પ્રેસ કોંફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ એ જણાવ્યુ કે, ગુજરાત અને હરિયાણાનો સંબંધ વર્ષો જૂનો છે. ડબલ એન્જીન સરકારની ઉપલબ્ધી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી વધી. તેમણે કહ્યું કે, હું ખેડૂતોનો નેતા છું ત્યારે ગુજરાતમાં ખેડુતોમાં ઉદાસીનતા છે. ખેડૂતો, મજૂરો બધામાં અસંતુષ્ટિ જોવા મળી રહી છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ખેડૂતોએ કોંગ્રેસને વોટ આપ્યા છે. લોકોએ સરકાર બદલવાનું મન બનાવી દીધું છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, 'ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. ગુજરાતમાં 22 પેપરલીક થયા તો હરિયાણામાં 26 પપેર લીક થયા. ગુજરાતની આ મહત્વપૂર્ણ ચૂંટણી આ હશે. દેશને ગુજરાતે રસ્તો બતાવ્યો છે. આખો દેશ ગુજરાત તરફ જોઈ રહ્યો છે. ભાજપ સરકારમાં ખેડૂતોને પુરી MSP મળતી નથી. વચનો પુરા થતા નથી. ખેડૂતોએ આંદોલન કરવા પડ્યા.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ દાવો કરતા જણાવ્યું કે, અમારું આંકલન સ્પષ્ટ છે. ફસ્ટ ફેઝના મતદાનમાં અમારી 55 સીટો આવશે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અલોક શર્માએ જણાવ્યું કે, ભાજપ હારી રહી છે એજ કારણ છે કે, નરેન્દ્ર મોદીએ 30થી 35 સભા અને રોડ શો કરવા પડી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં જોરદાર મતદાન થયું. ભાજપના સુપડા સાફ થશે તે નક્કી. શહેર વિસ્તારમાં પણ કોંગ્રેસને ભરપૂર વોટ મળ્યા છે. રાજકોટમાંથી કોંગ્રેસને ચાર બેઠકો મળશે તે નક્કી છે.
" isDesktop="true" id="1293642" >
વધુમાં તેઓએ જણાવ્યું કે ભાજપના અસંતુષ્ટ નેતાઓનો ફાયદો કોંગ્રેસને મળ્યો છે. આ નેતાઓએ કોંગ્રેસ તરફી મતદાન કરાવ્યું છે. અમિત શાહ ગઈકાલે રાત્રે સૂતા નથી તેમની આંખો લાલ થઈ ગઈ હતી. અને તેઓએ ભાજપના નેતાઓની કલાસ લઈ લીધો છે. સાથે તેઓએ કોંગ્રેસ સરકાર બનાવશે અને કોઈપણ કાર્યકર સીએમ બની શકે તેવો દાવો પણ કર્યો હતો.