Home /News /ahmedabad /પ્રેમી નીકળ્યો દગાબાજ: પોતે બળાત્કાર ગુજાર્યા બાદ યુવતીને મિત્રોના હવાલે કરી દીધી
પ્રેમી નીકળ્યો દગાબાજ: પોતે બળાત્કાર ગુજાર્યા બાદ યુવતીને મિત્રોના હવાલે કરી દીધી
ઝડપાયેલ આરોપી છોટુરામ શા એ 20 વર્ષિય યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
અમદાવાદના નારોલ પોલીસની કસ્ટડીમાં આવેલા ત્રણ આરોપીઓના નામ છોટુરામ ઈસરાર શા, મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલ છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નારોલ પોલીસ મથકે અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
અમદાવાદ: યુવતીનું અપહરણ અને બળાત્કાર ગુજારવાના ગુનામાં નારોલ પોલીસે યુવતીના પ્રેમી સહિત ત્રણની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપીઓએ યુવતીને અલગ-અલગ જગ્યાએ ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત યુવતીને હોસ્પિટલ લઈ જવાના બહાને પણ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે ગુનામાં નારોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના નારોલ પોલીસની કસ્ટડીમાં આવેલા ત્રણ આરોપીઓના નામ છોટુરામ ઈસરાર શા, મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલ છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નારોલ પોલીસ મથકે અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ઝડપાયેલ આરોપી છોટુરામ શા એ 20 વર્ષિય યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ યુવતીના જ ઘરમાં ચોરીને અંજામ આપી તેનુ અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. સાથે જ તેના મિત્ર મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલે પણ બળાત્કાર ગુજારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
બળાત્કારનો ભોગ બનનાર યુવતીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેને ધાનેરા લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આ વાત કોઈને ન કરવાનું કહેતા ધમકી આપી હતી અને સાથે જ યુવતીને અમદાવાદમાં લાવી અલગ-અલગ જગ્યાએ ગોંધી રાખી પ્રેમી છોટુરામ અને તેના બે મિત્રોએ પણ બળાત્કાર ગુજાર્યો હતો. મહત્વનું છે કે નવ દિવસ સુધી યુવતી સાથે દુષ્કૃત્ય થતા યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાના બહાને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે.
મહત્વનું છે કે બળાત્કારના ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓની તો ધરપકડ કરી છે. સાથે જ મુખ્ય આરોપીને આ ગુનામાં અન્ય કોઈ પરિબળ જવાબદાર છે કે કેમ અથવા પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે તે જોવુ મહત્વનું છે.