અમદાવાદઃ પોલીસને ગાળો ભાંડનાર દંપતીની ધરપકડ, કારમાંથી મળી હતી દારૂની બોટલ

આ મામલે પોલીસે વસ્ત્રાપુરના સુચિ બિલ્ડિંગ ફ્લેટમાં રહેતા રાજેશભાઈ ચંદ્રરૂપસિંહ અને તેની પત્ની ડેઝરે ક્લેમન્સની ધરપકડ કરી હતી.

News18 Gujarati
Updated: October 11, 2018, 3:39 PM IST
અમદાવાદઃ પોલીસને ગાળો ભાંડનાર દંપતીની ધરપકડ, કારમાંથી મળી હતી દારૂની બોટલ
દંપતી
News18 Gujarati
Updated: October 11, 2018, 3:39 PM IST
અમદાવાદઃ નારોલ પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે. દંપતીએ નારોલના શાસ્ત્રી બ્રિજ નીચે બુધવારે રાત્રે પોલીસ અને હોમગાર્ડ જવાનો સાથે ગાળાગાળી કરી હતી. રાત્રે ફરજ દરમિયાન પોલીસ કોન્સટેબલ અને બે હોમગાર્ડે દંપતીની કારને રોકી હતી અને બંનેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન કારની અંદર બેઠેલું દંપતી ઉશ્કેરાઈ ગયું હતું અને પોલીસકર્મીઓને ગંદી ગાળો ભાંડી હતી. તપાસ કરતા પોલીસને કારમાંથી દારૂની એક બોટલ પણ મળી હતી. દંપતી ઘટનાસ્થળેથી ભાગી જાય તે પહેલા પોલીસે તેમનો વીડિયો ઉતારી લીધી હતો.

પોલીસકર્મીઓએ કારને રોક્યા બાદ દંપતીએ તેમને બીભત્સ ગાળો ભાંડી હતી. આ ઉપરાંત તેમને જોઈ લેવાની ધમકી આપી હતી. કાર રોક્યા બાદ મહિલાના પતિએ પોલીસને અહીં લખી ન શકાય એવી ગંદી ગાળો ભાંડી હતી. ગાળો ભાંડી રહેલી પતિને તેની પત્નીએ મહામહેનતે કારમાં બેસાડ્યો હતો. આ કેસમાં પોલીસે દંપતી અને કારના ડ્રાઇવર સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ આપી હતી.

આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વેલજીભાઈ ગોપાલભાઈએ ફરિયાદ આપી હતી. ફરિયાદ પ્રમાણે તેઓ તેમજ અન્ય બે હોમગાર્ડ જવાન મેહુલભાઈ પરેશભાઈ અને અહેમદખાન રસુલખાન નારોલ બ્રિજના છેડે તા. 10મી ઓક્ટોબરના રોજ રાત્રે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે રાત્રે એક કારને રોકવામાં આવી હતી. ડસ્ટર ગાડીમાં બેઠેલા લોકોએ તેમના સાથે ગાળાગાળી કરી હતી. બાદમાં ત્રણેય લોકો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા.

આ મામલે પોલીસે વસ્ત્રાપુરના સુચિ બિલ્ડિંગ ફ્લેટમાં રહેતા રાજેશભાઈ ચંદ્રરૂપસિંહ અને તેની પત્ની ડેઝરે ક્લેમન્સની ધરપકડ કરી હતી.
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...