Home /News /ahmedabad /અમદાવાદ એરપોર્ટ પર કારતુસ સાથે યુવક ઝડપાયો, પોલીસે અટકાવતા આપ્યો આવો જવાબ

અમદાવાદ એરપોર્ટ પર કારતુસ સાથે યુવક ઝડપાયો, પોલીસે અટકાવતા આપ્યો આવો જવાબ

આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે આ હથિયાર તેના કાકાનું હતું જે ભૂલથી આવી ગયું છે.

Ahmedabad Airport: આરોપી મહેસાણાના મેવુ ગામ ખાતે રહે છે અને આ કારતુસ બાબતે પુછતાં તેને જણાવ્યું કે તેના મોટા બાપા જયેશભાઈ રામી કે જેઓ ગાંધીનગર ખાતે રહે છે તેઓની પાસે પિસ્તોલનું લાઇસન્સ છે અને વર્ષ 2008માં આર્મીમાંથી નિવૃત્ત થયા હતા.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી એક યુવકની કારતુસ સાથે ધરપકડ કરાઈ છે. આરોપી ફ્લાઈટમાં બેસવા જતો હતો એ પહેલા સ્કેનિંગ દરમિયાન તેનું ચેકીંગ થતા જ તેની પાસેથી કારતુસ મળી આવ્યો હતો. આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે આ હથિયાર તેના કાકાનું હતું જે ભૂલથી આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે આરોપીના કાકા નિવૃત્ત આર્મી મેન હોવાથી તેમની પાસે હથિયારનું લાયસન્સ હોવાનું આરોપીએ પોલીસને જણાવ્યું હતું.

નવા નરોડા ખાતે રહેતા શાલીની પવાર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સી.આઈ.એસ.એફ માં સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે. તેઓની નોકરી ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર એક્સરે સ્ક્રિનિંગ મશીન ખાતે હતી. તે દરમિયાન અમદાવાદથી રાંચીની ફ્લાઈટના પેસેન્જરની શારીરિક તેમજ લગેજ ચકાસણી ચાલુ હતી. તે દરમિયાન એક પેસેન્જરના પાકીટ સ્ક્રિનિંગ દરમિયાન પાકીટમાંથી એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. જેથી તેઓએ પેસેન્જરનું નામ પૂછતાં તેનું નામ અપૂર્વ રામી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો- સુરતના આ પરિવારની સરનેમ જાણતા જ લોકો તેમને રાવણના પૂર્વજ સમજે છે, જાણો કેમ?

આરોપી મહેસાણાના મેવુ ગામ ખાતે રહે છે અને આ કારતુસ બાબતે પુછતાં તેને જણાવ્યું કે તેના મોટા બાપા જયેશભાઈ રામી કે જેઓ ગાંધીનગર ખાતે રહે છે તેઓની પાસે પિસ્તોલનું લાઇસન્સ છે અને વર્ષ 2008માં આર્મીમાંથી નિવૃત્ત થયા હતા. તેઓની સાથે આરોપી બે વર્ષથી રહે છે અને પીસ્ટલનો જીવતો રાઉન્ડ ઉતાવળમાં ભૂલથી આરોપીના પાકીટમાં રાખી દીધો હતો. સમગ્ર બાબતને લઈને એરપોર્ટ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- એડિશનલ ઇન્કમટેક્સ કમિશનરે 30 લાખની લાંચ માંગી

ઉલ્લેખનીય છે કે આરોપીએ કારતુસ બાબતે જણાવેલી હકીકત સાચી છે કે ખોટી તે બાબતે લઈને હવે પોલીસે આરોપીના કાકાને બોલાવી પૂછપરછ શરૂ કરી છે સાથે જ આરોપીના કાકા પાસે હથિયારનો લાયસન્સ છે કે કેમ તેની પણ ચકાસણી શરૂ કરી છે આરોપીનો કોઈ ફોટો ઇરાદો આ કારતુસ રાખવા પાછળ હતો કે કેમ તે બાબતે લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन