Home /News /ahmedabad /Ahmedabad Crime: નરોડામાં બે મહિલાએ પુરૂષ સાથે મળી ચપ્પુની અણીએ લૂંટ ચલાવી
Ahmedabad Crime: નરોડામાં બે મહિલાએ પુરૂષ સાથે મળી ચપ્પુની અણીએ લૂંટ ચલાવી
ઊર્મિલાબહેન અને પાડોશી મહિલા ડરી ગયાં હોવાથી ફરિયાદ નોંધાવી ન હતી.
અજાણી સ્ત્રી અને ગઠિયાએ ઊર્મિલાબહેન તેમજ તેમની પાડોશી મહિલાને રિક્ષામાં બેસાડીને નરોડા દહેગામ તરફ અવાવરું જગ્યાએ લઇ ગયા હતા. જ્યાં આ બંનેએ કહ્યું કે તમારા સોનાના દાગીના અમને આપી દો. આમ વાત કરતાં ઊર્મિલાબહેને દાગીના આપવાની ના પાડી હતી
અમદાવાદ: શહેર (Ahmedabad)માં ચોરી (Thief) અને લૂંટફાટની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે નરોડા વિસ્તાર (Naroda Area)માં ગઠિયાઓ કરામત કરીને મહિલાને પોતાની વાતોમાં ફસાવી અને બાદમાં રિક્ષામાં લઇ જઇને ચપ્પાની અણીએ સોનાના દાગીનાની લૂંટ (Gold Robbery) ચલાવી છે.
કઠવાડાના સંકલ્પ એવન્યુમાં રહેતાં ઊર્મિલાબહેન પંડ્યાએ બે મહિલા સહિત એક પુરુષ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશન (Naroda police Station)માં ફરિયાદ નોંધાવી છે. ઊર્મિલાબહેનના પતિ નોબલનગર ખાતે નોબલ ફિઝિયોથેરપી ક્લિનિક નામનું દવાખાનું ધરાવે છે.
થોડા દિવસ પહેલાં સાંજના સાત વાગ્યાની આસપાસ ઊર્મિલાબહેન તેમનો બે વર્ષનો દીકરો તેમજ પાડોશી બહેન સાથે સ્વામિનારાયણ પાર્ક ખાતે શાકભાજી લેવા માટે ગયાં હતાં. ત્યારે સાંજના સમયે એક અજાણી સ્ત્રી ઊર્મિલાબહેન પાસે આવી અને તેમણે 500 રૂપિયાની નોટનું બંડલ બતાવીને કહ્યું કે એટીએમ ક્યાં છે. જેથી ઊર્મિલાબહેને કહ્યું કે, મને ખબર નથી, એટલામાં એક અજાણ્યા ગઠિયાએ ઊર્મિલાબહેન પાસે આવીને કહ્યું કે, આ બહેન જોડે પૈસાનું બંડલ છે તેમને કોઈ જાનથી મારી નાખશે. આપણે બધાં આ બહેનની જોડે જઈને તેમને પોલીસ સ્ટેશન સુધી મૂકી આવીએ. આમ કહેતાં ઊર્મિલાબહેન આ ગઠિયાની વાતમાં આવી ગયાં હતાં.
અજાણી સ્ત્રી અને ગઠિયાએ ઊર્મિલાબહેન તેમજ તેમની પાડોશી મહિલાને રિક્ષામાં બેસાડીને નરોડા દહેગામ તરફ અવાવરું જગ્યાએ લઇ ગયા હતા. જ્યાં આ બંનેએ કહ્યું કે તમારા સોનાના દાગીના અમને આપી દો. આમ વાત કરતાં ઊર્મિલાબહેને દાગીના આપવાની ના પાડી હતી. જેથી ગઠિયાએ ચપ્પુ બતાવીને ઊર્મિલાબહેન પાસેથી સોનાની ચેઇન, તેમજ પાડોશી મહિલાની સોનાની બુટ્ટી લૂંટી લીધાં હતાં. ત્યાર બાદ તેઓ ફરાર થઇ ગયાં હતાં.
ઊર્મિલાબહેન અને પાડોશી મહિલા ડરી ગયાં હોવાથી ફરિયાદ નોંધાવી ન હતી. ત્યારબાદ ગઈ કાલે ઊર્મિલાબહેને નરોડા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.