Home /News /ahmedabad /Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર-મુંબઈ ‘વંદે ભારત’ એક્સપ્રેસ અને અમદાવાદ મેટ્રો ટ્રેન ફેઝ-1નું લોકાર્પણ કર્યુ

Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર-મુંબઈ ‘વંદે ભારત’ એક્સપ્રેસ અને અમદાવાદ મેટ્રો ટ્રેન ફેઝ-1નું લોકાર્પણ કર્યુ

નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી.

Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશનેથી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી અને તેમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ હતુ.

    અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી દીધી છે. આ સાથે જ તેમણે મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ છે. આ પહેલાં ગાંધીનગરથી તેમણે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. ત્યાંથી જ વંદે ભારત ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવ્યાં હતા. મહત્ત્વનું છે કે, બંને ટ્રેનમાં મોદીએ પેસેન્જરને મળતી સુવિધા વિશે નિરીક્ષણ કર્યુ હતુ અને ત્યારબાદ લોકોપાયલટ સાથે વાતચીત પણ કરી હતી.

    LIVE Updates:


    - વડાપ્રધાને મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ
    - વડાપ્રધાન કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા
    - વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી.
    - વંદે ભારત ટ્રેનના લોકોપાયલટ સાથે વાતચીત કરી.
    - વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ.
    - વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચ્યા.
    - નરેન્દ્ર મોદી રાજભવનથી રવાના થયા.

    vande bharat train jouney narendra modi
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી અમદાવાદ સુધી મુસાફરી કરી હતી.

    વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આપવામાં આવતી સુવિધા


    - GSM અથવા GPRS
    - ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર
    - સીસીટીવી કેમેરા
    - પેસેન્જર ઇન્ફોર્મેશન સેન્ટર
    - વેક્યૂમ બાયોટોયલેટ્સ
    - સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
    - 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
    - વાઇફાઈની સુવિધા
    - દિવ્યાંગ માટે વિશેષ ટોયલેટ્સ

    આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, જાણો શિડ્યૂલ

    ‘KAVACH’ ટેક્નિકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન


    ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.


    ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ


    આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Pm modi in gujarat, PM Modi Live, PM Modi speech

    विज्ञापन
    विज्ञापन