શંકરસિંહ વાઘેલાના પ્રહાર: ભાજપે કચ્છને લૂંટ્યુ છે, આ નલિયાકાંડ નહીં પણ ભાજપકાંડ છે

H
Updated: January 1, 1970, 5:30 AM IST
શંકરસિંહ વાઘેલાના પ્રહાર: ભાજપે કચ્છને લૂંટ્યુ છે, આ નલિયાકાંડ નહીં પણ ભાજપકાંડ છે
સત્તાધીશ ભાજપની પોલ ખોલવા માટે નલિયાથી ગાંધીનગર સુધીની બેટી બચાવો યાત્રાનો પ્રારંભ કરાવતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર સામે માછલા ધોયા હતા. શંકરસિંહ વાઘેલાએ આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ભાજપે કચ્છને લૂટ્યું છે. આ નલિયાકાંડ નહીં પરંતુ ભાજપકાંડ છે. આ ખમીરવંતી પ્રજાને જાણે ભાજપે ખરીદી લીધી હોય એવું લાગે છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નલિયા #સત્તાધીશ ભાજપની પોલ ખોલવા માટે નલિયાથી ગાંધીનગર સુધીની બેટી બચાવો યાત્રાનો પ્રારંભ કરાવતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર સામે માછલા ધોયા હતા. શંકરસિંહ વાઘેલાએ આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ભાજપે કચ્છને લૂટ્યું છે. આ નલિયાકાંડ નહીં પરંતુ ભાજપકાંડ છે. આ ખમીરવંતી પ્રજાને જાણે ભાજપે ખરીદી લીધી હોય એવું લાગે છે. નલિયાકાંડની પીડિતાને ન્યાય અપાવવા અને સત્તાધીશ ભાજપનો પોલ ખોલવા માટે કોંગ્રેસ દ્વારા આજથી નલિયાથી ગાંધીનગર સુધી બેટી બચાવો યાત્રાનો પ્રારંભ કરાયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતાં કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે, આ નલિયા કાંડ નહીં ભાજપ કાંડ છે. આ તમે ધંધા કર્યા તો અમારે આવવું પડ્યું, પ્રજાનું રક્ષણ કરવું એ વિપક્ષની ફરજ છે અને આવતી કાલનો શાસક પક્ષ છે. એટલે અહીં આવ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું કે, પ્રજાના હક અને ન્યાય માટે લડત આપતા રહેશું, થાય એ કરી લે, લોકશાહીમાં હક છે અમારો, માતાજીના ભગત થઇની નથી આવ્યા અહીં તાલીઓ પાડવા, પરંતુ દુખ સાથે કહેવું પડે છે કે, આ ખમીરવંતી પ્રજાને જાણે ભાજપે ખરીદી લીધી હોય એવું લાગે છે.
First published: February 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर