ડોક્ટરોની ભૂલ નથી,ઉમર લાયકોને રિએક્શન આવેઃઅંધાપાકાંડમાં સરકારનો વાહિયાત જવાબ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ડોક્ટરોની ભૂલ નથી,ઉમર લાયકોને રિએક્શન આવેઃઅંધાપાકાંડમાં સરકારનો વાહિયાત જવાબ
અમદાવાદઃઅમદાવાદના નગરી હોસ્પિટલમાં થયેલા અંધાપાકાંડ કેસમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે.જેમાં રાજ્ય સરકારે કહ્યુ છે કે આ ઘટનામાં કોઈ ડોક્ટર દોષિત નથી.તમામ 16 દર્દીઓને આંખે દેખાતુ થઈ ગયુ છે અને તમામની સ્થિતિ હાલ સામાન્ય છે.હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, એક દિવસે અને એક જ સમયે આટલા બધા દર્દીઓને આંખે અંધાપો આવવાની ઘટના બનવા પાછળનુ કારણ શું છે ?

જેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યુ હતુ કે, ઉંમરલાયક દર્દીઓને આ રીતે અનેકવાર રિએક્શન આવવાની ઘટના બનતી હોય છે.આ દર્દીઓમાં મોટાભાગના ઉંમરલાયક અને ડાયાબિટીસના દર્દીઓ છે.જો કે હાઈકોર્ટ રાજ્ય સરકારના જવાબથી અસંતુષ્ટ રહી છે. બીજી તરફ અરજદાર ચંદ્રવદન ધૃવે રજૂઆત કરી હતી કે રાજ્ય સરકારે કરેલો દાવો ખોટો છે.
આ ઘટનામાં છ દર્દીઓએ આંખો ગુમાવી છે જે અંગે તેની પાસે માહિતી છે.આ અંગે તેને જવાબ રજૂ કરવા સમય આપવામાં આવે.અરજદારની આ માગને હાઈકોર્ટે સ્વીકારી છે અને તેને બે સપ્તાહનો સમય આપ્યો છે.
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर