ઓમપુરીનો છેલ્લો ઇન્ટરવ્યૂ: સૌને હસાવવાની વાત કરીને હંમેશા માટે સૌને રડાવી ગયા...

Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 5:16 PM IST
ઓમપુરીનો છેલ્લો ઇન્ટરવ્યૂ: સૌને હસાવવાની વાત કરીને હંમેશા માટે સૌને રડાવી ગયા...
દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ઓમપુરી સૌકોઇને સ્તબ્ધ કરી ગયા છે. થોડીવાર માટે એ વિશ્વાસ કરવો કઠીન હતો. પરંતુ મોતને માનવું એ છેવટે છેલ્લું સત્ય છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 5:16 PM IST
અમદાવાદ #દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ઓમપુરી સૌકોઇને સ્તબ્ધ કરી ગયા છે. થોડીવાર માટે એ વિશ્વાસ કરવો કઠીન હતો. પરંતુ મોતને માનવું એ છેવટે છેલ્લું સત્ય છે.

66 વર્ષિય આ દિગ્ગજ અભિનેતાએ મુંબઇમાં શુક્રવારે અંતિમ શ્વાસ લીધા એના પાંચ દિવસ પહેલા પ્રદેશ18 ઇટીવીની ટીમને એક એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. સંભવત: આ ઓમપુરીનો છેલ્લો ઇન્ટરવ્યૂ છે. જેમાં એમણે ન માત્ર પોતાની ફિલ્મોને લઇને પરંતુ સમાજને લઇને પણ ઘણી વાતો કરી હતી.

આ ઇન્ટરવ્યૂમાં ઓમપૂરીએ પોતાની આવનારી ફિલ્મ રામભજન જિંદાબાદથી લઇને દરેક મુદ્દે વાત કરી. તેમણે કહ્યું કે રામભજન જિંદાબાદની સ્ક્રિપ્ટ ઘણી સારી છે. એટલે એ કરવાની હા પાડી છે.

રામભજન જિંદાબાદને નટખટ ફિલ્મ ગણાવતાં તેમણે કહ્યું કે, એક સાર્થક ફિલ્મ છે. પરંતુ એનો જોનર પણ જાને ભી દો યારો જેવું છે. આ ફિલ્મ તમને ઘણી હસાવશે.

આપણા દેશમાં છેલ્લા 50-60 વર્ષમાં ઘણો વિકાસ થયો છે. કારણ કે મારી ઉંમર 66 વર્ષ છે અને એ માટે બાળપણથી દેશને બદલતો જોતો આવ્યો છું. મેં જોયું છે કે આપણે ક્યાંથી ક્યાંથી પહોંચી ગયા છીએ. ટેલીફોન લગાવીને બેસી રહેતા હતા પરંતુ એક સપ્તાહ સુધી ફોન લાગતા ન હતા.

આજે મોબાઇલ બાળકોના હાથમાં છે. રસ્તો સાફ કરનાર મજૂર પાસે છે. ખાદ્ય સામગ્રી આપણી પાસે જરૂર કરતાં વધુ છે. ઘણો વિકાસ થયો છે દેશમાં.
First published: January 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर