Home /News /ahmedabad /અમદાવાદના યુવાઓને ડ્રગ્સ એડિક્ટ બનાવવાનો મુંબઇની હસીનાઓનો માસ્ટરપ્લાન

અમદાવાદના યુવાઓને ડ્રગ્સ એડિક્ટ બનાવવાનો મુંબઇની હસીનાઓનો માસ્ટરપ્લાન

કારમાં બેસીને યુવતી અને ત્રણ યુવકો એમડી ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા.

Ahmedabad Crime: હનીટ્રેપ કરતા પણ ખતરનાક ખેલ શહેરમાં શરૂ થઇ ગયો, યુવતીઓ પહેલા યુવાઓને ડ્રગ્સના આદી બનાવે અને બાદમાં પેડલર્સ

અમદાવાદ: હુસ્નની જાળમાં ફસાવીને લાખો, કરોડો રૂપિયા પડાવતા હનીટ્રેપના ખેલ કરતાં પણ ખતરનાક કહી શકાય તેવો ખેલ અમદાવાદમાં શરુ થઇ ગયો છે. જે આવનારી યુવાપેઢીને બરબાદીના રસ્તે ચઢાવી રહ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે થોડા દિવસ પહેલા એમડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં એક સ્વરૂપવાન યુવતી સહિત ચાર યુવાઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, આ યુવતી પોતાની હુસ્નની જાળમાં યુવાઓને ફસાવતી હતી અને બાદમાં તેમને ડ્રગ્સના એડિક્ટ બનાવીને પેડલર્સ બનાવતી હતી.

સ્વરુપવાન યુવતીઓ મુંબઇથી અમદાવાદ આવી યુવાઓને ફસાવી રહી છે

યુવાઓ ડ્રગ્સના એડિક્ટ બને તે માટે કેટલીક સ્વરુપવાન યુવતીઓ મુંબઇથી અમદાવાદ આવી છે અને નિર્દોષ યુવાઓને ફસાવી રહી છે. શહેરમાં એમડી ડ્રગ્સનું દુષણ નાથવા માટે પોલીસના નાકે દમ આવી ગયું છે. કારણકે જેટલા ડ્રગ્સ પેડલર્સ ઝડપાય છે તેના કરતા વધુ પેલડર્સ બનીને બહાર આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્થાનિક પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ અવારનવાર ડ્રગ્સની સીન્ડીકેટના સુપડાસાફ કરી દે છે, પરંતુ સમય જતાં બીજી સીન્ડીકેટ બની જાય છે. મુંબઇના ડ્રગ્સ માફીયાઓની નજર અમદાવાદના યુવાઓ પર છે. તે કોઇપણ ભોગે તેમને ડ્રગ્સના રવાડે ચઢાવવા માંગે છે.

આ પણ વાંચો: ગાંધીનગર: દારૂ ભરેલી કાર અને સ્કૂલ વાન વચ્ચે ટક્કર, બે બાળકો ઘાયલ

ડ્રગ્સ માફીયાઓએ મુંબઇની કેટલીક સ્વરુપવાન યુવતીઓને તૈયાર કરી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રગ્સ માફીયાઓએ મુંબઇની કેટલીક સ્વરુપવાન યુવતીઓને તૈયાર કરી છે. જે એમડી ડ્રગ્સનો નશો કરતી હોય અને પોતે રૂપિયાની લાલચે કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર હોય. આવી યુવતીઓ સ્પેશિયલ ટ્રેનિંગ આપીને અમદાવાદમાં મોકલવામાં આવે છે. શહેરના એસજી હાઇવે તેમજ સિંધુ ભવન જેવા પોશ વિસ્તારમાં આવેલા કાફે પર યુવતીઓ યુવાઓ સાથે દોસ્તી કરે છે અને બાદમાં તેમને પ્રેમજાળમાં ફસાવે છે. પ્રેમજાળમાં ફસાવી દીધા બાદ યુવાઓને એમડી ડ્રગ્સના રવાડે ચઢાવે છે. યુવાઓ પાસે જ્યારે એમડી ડ્રગ્સ ખરીદવાના પૈસા ના હોય ત્યારે તેમને પેડલર્સ બનાવી દેતા હોય છે.

કારમાં બેસીને યુવતી અને ત્રણ યુવકો એમડી ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા

અમદાવાદમાં લાલબત્તી સમાન આ ઘટનાનો પર્દાફાશ થોડા દિવસ પહેલા એસઓજીની ટીમે કર્યો હતો. એસઓજી ક્રાઇમે મોડીરાતે ખાનપુર વિસ્તારમાં સફળ ઓપરેશન પાર પાડીને 2.96 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવતી સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા છે. કારમાં બેસીને યુવતી અને ત્રણ યુવકો એમડી ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા. સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી એસઓજીની ટીમે એકદમ ચતુરાઇપુર્વક ઓપરેશન પાર પાડ્યુ હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ એ.ડી.પરમાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે, ખાનપુર પાસે કેટલાક શખ્સો કારમાં બેસીને એમડી ડ્રગ્સનું વેચાણ જાહેરમાં કરી રહ્યા છે. બાતમીના આધારે એસઓજીની ટીમ ખાનપુર પહોંચી ગઇ હતી અને એક આઇ-20 કારને કોર્ડન કરીને ઘેરી લીધી હતી. કારમાં એક યુવતી સહિત ચાર લોકો બેઠા હતા જેમની પાસેથી એસઓજીની ટીમને એમડી ડ્રગ્સ મળ્યુ હતું. એસઓજીએ રેહનુમા ઉર્ફે સીઝા ખાન (રહે, જીવદાની બીલ્ડીગ, થાણે), શાહબાઝખાન પઠાણ (રહે, રુસ્તમઅલીનો ઢાળ, ખાનપુર), જૈનિષ દેસાઇ (રહે, ચૈતન્ય સોસાયટી, નવરંગપુરા), અંકિત શ્રીમાળી (રહે, રણછોડ ખડકી, શાહપુર)ની ધરપકડ કરી હતી. રેહનુમા ખાને અમદાવાદના સંખ્યાબંધ યુવાઓને ડ્રગ્સના આદી બનાવ્યા છે.

રેહનુમા ખાને અમદાવાદના સંખ્યાબંધ યુવાઓને ડ્રગ્સના આદી બનાવ્યા

રેહનુમા ખાન અમદાવાદમાં આવી હતી અને બાદમાં અલગ-અલગ યુવકો સાથે સંપર્કમાં આવીને તેની સાથે પ્રેમ કરીને યુવાઓને એમડી ડ્રગ્સના આદી બનાવીને તેમને ડ્રગ્સ પેડલર્સ બનાવી દીધા હતા. અમદાવાદમાં આ એક યુવતીઓ નહીં પરંતુ અનેક યુવતીઓ છે, જે યુવાઓને પોતાની હુસ્નની જાળમાં ફસાવીને ડ્રગ્સના આદી બનાવે છે. આ યુવતીઓ દેહવેપારના ધંધામાં પણ જોડાઇ હોય તેવી શક્યતાઓ પોલીસ સેવી રહી છે. અમદાવાદના યુવાઓને ડ્રગ્સના રવાઢે ચઢતા બચાવવા હોય તો આવી શાતીર હસીનાઓથી બચવું જરુરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन