Home /News /ahmedabad /

Ahmedabad Crime: અમદાવાદના વેપારીનું કૃત્ય, મુંબઈની મહિલા વેપારી સાથે દુષ્કર્મ બાદ હત્યાની કોશિશ

Ahmedabad Crime: અમદાવાદના વેપારીનું કૃત્ય, મુંબઈની મહિલા વેપારી સાથે દુષ્કર્મ બાદ હત્યાની કોશિશ

યુવતીએ મુંબઈનાં જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. (પ્રતિકાત્મક તસવીર)

આમ બે વર્ષથી દિપક યુવતીને ફોન કરી અમદાવાદ બોલાવતો હતો. જોકે યુવતી તેને મળવા ન જતા તેનાં પર શંકા અને વહેમ રાખી મુંબઈમાં બીજા કોઈ વ્યક્તિ સાથે તેને પ્રેમસંબંધ છે તેવા આક્ષેપ કરતો હતો.

અમદાવાદ (Ahmedabad)નાં મણિનગર વિસ્તાર (Maninagar Area)માં રહેતા યુવક સામે મુંબઈ (Mumbai)ની યુવતીએ દુષ્કર્મ (Rape) અને હત્યાનાં પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. મુંબઈમાં રહેતી 30 વર્ષીય યુવતી કાપડનો વ્યવસાય કરે છે, જેના માટે વર્ષ 2017માં કાપડની ખરીદી માટે અમદાવાદ (Ahmedabad) આવતા તેનો પરિચય કાપડનો વ્યવસાય કરતા દિપક શર્મા સાથે થયો હતો. અને બન્નેએ સાથે બિઝનેસ કરવાનું શરૂ કર્યું હતું.

જોકે સમય જતા બન્ને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી, શ્રેયા અમદાવાદ ફરી આવી ત્યારે દિપક શર્માએ લગ્ન માટે દબાણ કર્યું હતું. અને બીજા દિવસે સી.જી રોડ પર આવેલા જીમખાના ગેસ્ટ હાઉસમાં જ્યાં શ્રેયા રોકાઈ હતી ત્યાં ગયો હતો અને બન્નેએ બિયર પીધુ હતું. જે સમયે દિપકે શ્રેયા સાથે નશાની હાલતમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ શ્રેયા મુંબઈ જતી રહી હતી.

થોડા દિવસો બાદ યુવતીને જાણ થઈ હતી કે દિપકનાં લગ્ન થઈ ગયા છે, જેથી યુવતીએ આ બાબતે સવાલ કરતા દિપકે ગુસ્સે થઈને પત્નીને ડિવોર્સ આપવાનું જણાવ્યું હતું. જે બાદ યુવતીએ વારંવાર દિપકને પોતાની સાથે લગ્ન કરવાનું કહેતા નવેમ્બર 2018માં રાજસ્થાનનાં ભીલવાડા ખાતે હરણીમાં મંદીરમાં ખોટી રીતે લગ્ન કર્યા હતા, જે બાદ દિપકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ ઉદેપુર અને અમદાવાદમાં જ્યારે પણ દિપક યુવતીને કામ માટે મળતો હતો ત્યારે શારીરિક સંબંધ બાંધતો હતો.

આ પણ વાંચો- રાજકોટ: માતા 2 મહિનાની દીકરીને એકલી સુવડાવી ખરીદી કરવા ગઈ, બાળકીનું શંકાસ્પદ મોત

21 ડિસેમ્બર 2019ના રોજ દિપક યુવતીને મળવા મુંબઈ ખાતે તેનાં ઘરે પહોંચ્યો હતો અને યુવતીનાં ભાઈને પોતાની સાથેનાં સંબંધોની જાણ કરી દેવાની ધમકી આપી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. 6 જુલાઈ 2020નાં રોજ યુવતી દિપકને મળવા માટે રાજસ્થાનનાં ઉદયપુર ખાતે આવેલા અનંતા ગેસ્ટ હાઉસમાં ગઈ હતી અને તેણે દિપકને પોતાની સાથે પદ્ધતીસર લગ્ન કરવા માટે કહેતા દિપકે આપણાં લગ્ન થઈ ગયા છે તેમ કહીને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ યુવતી સાથે મારઝૂડ કરી મોબાઈલનાં ચાર્જીંગ વાયરને યુવતીના ગળામાં વિંટાળીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ દિપકે શ્રેયાનાં અશ્લીલ ફોટો વીડિયો વાયરલ કરવાની અને પરિવારના સભ્યોને તથા ધંધાર્થી મિત્રોને બતાવી દેવાની ધમકી આપી તેનાં સાથે સંબંધ રાખવાની ફરજ પાડી હતી.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

આમ બે વર્ષથી દિપક યુવતીને ફોન કરી અમદાવાદ બોલાવતો હતો. જોકે યુવતી તેને મળવા ન જતા તેનાં પર શંકા અને વહેમ રાખી મુંબઈમાં બીજા કોઈ વ્યક્તિ સાથે તેને પ્રેમસંબંધ છે તેવા આક્ષેપ કરતો હતો. જોકે યુવતીએ દિપકને તેનાં ઘરે લઈ જવાનુ કહેતા તે ઉડાઉ જવાબ આપતો હતો. જેથી યુવતીએ દિપકને પોતાને છોડી દેવાનું કહેતા દિપક આ બાબતે વાત કરવા તૈયાર નહતો. અને જો તેણે બીજા લગ્ન કર્યાં તે મારવાની ધમકી આપતો હતો. તેમજ જે લોકો સાથે યુવતી વ્યવસાય કરે છે તે વેપારીઓને યુવતી ધંધો વ્યવસ્થિત કરતી નથી અને લોકોને ફસાવે છે કેમ કહી ધંધો ન કરવા દેવાની ધમકી આપતો હતો. જે બાદ દિપક શર્મા યુવતી અને તેનાં પરિવારને રોજ ફોન કરી ધમકીઓ આપતા અંતે આ મામલે યુવતીએ મુંબઈનાં જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને હત્યાનાં પ્રયાસની કલમો હેઠળ ફરિયાદ નોંધી ફરિયાદ એલીસબ્રિજ પોલીસ મથકે ટ્રાન્સફર કરી છે. હાલમાં એલીસબ્રિજ પોલીસે ફરિયાદનાં આધારે તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Gujarati news, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन