મુંબઇ કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, કલાકોની ભારે જહેમત બાદ પણ બેકાબૂ

Haresh Suthar | Pradesh18
Updated: January 13, 2017, 11:41 AM IST
મુંબઇ કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, કલાકોની ભારે જહેમત બાદ પણ બેકાબૂ
મુંબઇના માનખુર્દ વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં ગત મોડી સાંજે લાગેલી ભીષણ આગ કલાકોની ભારે જહેમત બાદ પણ બેકાબૂ રહી છે. ફાયર ફાઇટરની 18 ટુકડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાઇ રહ્યો છે આમ છતાં આગ કાબુમાં આવવાનું જાણે નામ નથી લેતી. આ આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 13, 2017, 11:41 AM IST
મુંબઇ #મુંબઇના માનખુર્દ વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં ગત મોડી સાંજે લાગેલી ભીષણ આગ કલાકોની ભારે જહેમત બાદ પણ બેકાબૂ રહી છે. ફાયર ફાઇટરની 18 ટુકડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાઇ રહ્યો છે આમ છતાં આગ કાબુમાં આવવાનું જાણે નામ નથી લેતી. આ આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે.

કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને પગલે ભારે દોડધામ મચી જવા પામી છે. કેમિકલ ફેક્ટરીમાં આગને પગલે અહીં રાખેલા ગેસ સિલિન્ડર પણ પ્રચંડ વિસ્ફોટ સાથે આગમાં લપેટાતાં ભયનો માહોલ સર્જાયો છે. ધમાકાને પગલે લોકોમાં ફફડાટ પ્રસરી રહ્યો છે.

આગની ઘટના અંગે ફાયર ફાઇટર ટીમના એક અધિકારીના જણાવ્યા અનુસાર આગની આ ઘટનામાં બે વ્યક્તિઓ 30 વર્ષિય રાજુ યાદવ અને 40 વર્ષિય અજૂ પાલ ઇજાગ્રસ્ત થયા છે. બંને આગથી દાઝ્યા છે. બંનેની સારવાર ચાલી રહી છે.
First published: January 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर