Home /News /ahmedabad /VandeBharat Express accident: અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત, કોઇ જાનહાની નહીં

VandeBharat Express accident: અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત, કોઇ જાનહાની નહીં

Ahmedabad News: પશ્ચિમ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે, તેની સર્વિસ પર કોઇ અસર પડી નથી. તે રાબેતા મુબજ ચાલી રહી છે.

Ahmedabad News: પશ્ચિમ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે, તેની સર્વિસ પર કોઇ અસર પડી નથી. તે રાબેતા મુબજ ચાલી રહી છે.

  અમદાવાદ: શહેરના અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો છે. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા આ અકસ્માત થયો છે. જોકે, તેની સર્વિસ પર કોઇ અસર પડી નથી. તે રાબેતા મુબજ ચાલી રહી છે.

  આજે સવારે 11:18 વાગ્યાની આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું છે.

  મળતી માહિતી પ્રમાણે, વંદેભારત ટ્રેન 180ની સ્પીડ પર મુંબઇથી ગાંધીનગર જઇ રહી હતી. ત્યારે જ અમદાવાદનાં મણિનગર પાસે ટ્રેનના આગળના ભાગમાં ભેંસ અથડાઇ હતી. આ ઘટના બાદ પ્રવાસીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જોકે, તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. આ ઘટના બાદ અધિકારઓએ તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી છે.

  વંદેભારત ટ્રેનમાં કેવી કેવી છે સુવિધા


  બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકે તેવી ટેક્નિકથી સજ્જ


  ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે.

  અકસ્માત બાદની તસવીર


  આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.


  ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ


  આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Vande Bharat Express, અમદાવાદ, ગુજરાત

  विज्ञापन
  विज्ञापन