#HalfGirlfriendTrailer: રિલીઝ પહેલા જ હિટ થઇ હાફ ગર્લફ્રેન્ડ

Haresh Suthar | News18 Gujarati
Updated: April 11, 2017, 11:45 AM IST
#HalfGirlfriendTrailer: રિલીઝ પહેલા જ હિટ થઇ હાફ ગર્લફ્રેન્ડ
શ્રધ્ધા કપૂર અને અર્જુન કપૂર અભિનીત ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનું ટ્રેલર રિલીઝ પહેલા જ સુપરહિટ થયું છે. 10 એપ્રિલે રિલીઝ થયેલ આ ટ્રેલરને 24 કલાકમાં 80 લાખ જેટલા લોકો જોઇ ચૂક્યા છે. ફિલ્મ હાફ ગર્લ ફ્રેન્ડનું ટ્રેલર સોશિયલ મીડિયા પર પણ ખૂબ છવાયું છે. ટ્વિટર પણ પર #HalfGirlfriendTrailer ટોપ ટ્રેન્ડ થઇ રહ્યું છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 11, 2017, 11:45 AM IST
મુંબઇ #શ્રધ્ધા કપૂર અને અર્જુન કપૂર અભિનીત ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનું ટ્રેલર રિલીઝ પહેલા જ સુપરહિટ થયું છે. 10 એપ્રિલે રિલીઝ થયેલ આ ટ્રેલરને 24 કલાકમાં 80 લાખ જેટલા લોકો જોઇ ચૂક્યા છે. ફિલ્મ હાફ ગર્લ ફ્રેન્ડનું ટ્રેલર સોશિયલ મીડિયા પર પણ ખૂબ છવાયું છે. ટ્વિટર પણ પર #HalfGirlfriendTrailer ટોપ ટ્રેન્ડ થઇ રહ્યું છે.

11 એપ્રિલની સવાર સુધી આ હેશટેગ સાથે લોકોએ 16 હજાર કરતાં પણ વધુ વખત ટ્વિટ થયું છે. ફેસબુક પર પણ ફિલ્મને લઇને 25 હજારથી વધુ વખત પોસ્ટ થયું છે.

ચેતન ભગતના પુસ્તક હાફ ગર્લફ્રેન્ડ પર આધારિત આ ફિલ્મને માત્ર 6 કલાકમાં 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં શ્રધ્ધા કપૂર અને અર્જુન કપૂર છે. શ્રધ્ધા કપૂરે પણ આ ફિલ્મને લઇને ખુશી વ્યક્ત કરી છે. એમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ મારફતે ટ્રેલરને મળી રહેલા અદભૂત પ્રતિભાવ માટે બધાનો આભાર વ્યક્ત કર્યો છે.


First published: April 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर