આવી રહ્યો છે મોટોરોલાનો દમદાર 4GB રેમવાળો સ્માર્ટફોન, ગમી જાય એવા છે ફિચર્સ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
આવી રહ્યો છે મોટોરોલાનો દમદાર 4GB રેમવાળો સ્માર્ટફોન, ગમી જાય એવા છે ફિચર્સ
જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. તમને શાનદાર કનેક્ટિવિટી ડિવાઇસ માટે જાણીતી કંપની મોટોરોલા લાવી રહ્યું છે એક જોરદાર સ્માર્ટફોન. બજારમાં ધૂમ મચાવવા માટે આવી રહ્યો છે મોટોરોલાને દમદાર 4જીબી રેમવાળો સ્માર્ટફોન, જેના ફિચર્સ એટલા સરસ છે કે જોતાંની સાથે પસંદ પડી જાય તો નવાઇ નહીં.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. તમને શાનદાર કનેક્ટિવિટી ડિવાઇસ માટે જાણીતી કંપની મોટોરોલા લાવી રહ્યું છે એક જોરદાર સ્માર્ટફોન. બજારમાં ધૂમ મચાવવા માટે આવી રહ્યો છે મોટોરોલાને દમદાર 4જીબી રેમવાળો સ્માર્ટફોન, જેના ફિચર્સ એટલા સરસ છે કે જોતાંની સાથે પસંદ પડી જાય તો નવાઇ નહીં. મોટોરોલા દ્વારા એક્સક્લુસિવલી ઇ કોમર્સ વેબસાઇટ ફ્લિટકાર્ટ પર 15 માર્ચથી આ ફોનને લોન્ચ કરવામાં આવશે. આ ફોનની કિંમત કેટલી હશે એ અંગે હજુ કોઇ ફોડ પડાયો નથી. માનવામાં આવી રહ્યું છે કે, આ કંપની આ ફોનને 2GB/32GB અને 4GB/64GB એમ બે વિવિધ બે વેરિયન્ટમાં રજુ કરી શકે એમ છે. કંપનીએ ગત મહિને MWC 2017માં શોકેસ કર્યો હતો. ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં 5.2 ઇંચ ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું સ્ક્રિન રિઝોલ્યૂશન 1920x1080 છે. ડિસ્પ્લેને સ્ક્રેચપ્રુફ બનાવવા ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્ટ કરાયો છે. એપ્લીકેશન્સની સ્મૂથ ફ્ંગશનિંગ માટે એમાં ક્વાલકોમ સ્નૈપડ્રેગન 625 પ્રોસેસરથી સજ્જ કરાયો છે. ખાસ ફિચરની વાત કરીએ તો આમાં ગૂગલ આસિસ્ટંટ છે. કેમેરાની વાત કરીએ તો એમાં 12 મેગા પિક્સલનો પાછળનો કેમેરા જે એલઇડીથી સજ્જ છે. સાથોસાથ 5 મેગા પિક્સલનો ફ્રંન્ટ કેમેરો છે. આ ફોનની બેટરી કમાલ છે જે 3000mAh ની દમદાર છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં Wi-Fi, બ્લૂટૂથ v4.2, NFC અને માઇક્રો યૂએસબી જેવા ફિચર્સ સામેલ છે.
First published: March 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर