Home /News /ahmedabad /

Ahmedabad: વિશ્વ ઉમિયાધામમાં મોટિવેશનલ સ્પીકર સ્પર્શ શાહનો આ તારીખે યોજાશે કાર્યક્રમ; માઈન્ડ પાવર અંગે માર્ગદર્શન આપશે

Ahmedabad: વિશ્વ ઉમિયાધામમાં મોટિવેશનલ સ્પીકર સ્પર્શ શાહનો આ તારીખે યોજાશે કાર્યક્રમ; માઈન્ડ પાવર અંગે માર્ગદર્શન આપશે

જન્મ સમયે 35 થી વધુ હાડકાં તૂટેલા અને 140 ફ્રેક્ચર થઈ ચૂક્યા છે

અમદાવાદમાં આવેલા વિશ્વ ઉમિયાધામ (Umiyadham) જાસપુર ખાતે માઈન્ડ પાવરના (Mind Power) બેતાજ બાદશાહ એવા અમેરિકાના મોટિવેશનલ સ્પીકર સ્પર્શ શાહના મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    Parth patel, Ahmedabad:અમદાવાદમાં (Ahmedabad) આવેલા વિશ્વ ઉમિયાધામ (Umiyadham) જાસપુર ખાતે માઈન્ડ પાવરના (Mind Power) બેતાજ બાદશાહ એવા અમેરિકાના મોટિવેશનલ સ્પીકર સ્પર્શ શાહના મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે 21 ઓગસ્ટ, 2022 ને રવિવારના રોજ વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે બપોરે 3.30 કલાકે આ માર્ગદર્શન સેમિનારનું (Seminar) આયોજન કરવામાં આવ્યું છે.

    માઈન્ડ પાવરનો ઉપયોગ કરીને જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય

    અમદાવાદમાં (Ahmedabad) આવેલા જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગતજનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામમાં (Vishv Umiyadham) માઈન્ડ પાવરનો ઉપયોગ કરીને આપણે જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય તે વિષય પર અમેરિકાના પ્રખ્યાત ટોપ 5 મોટિવેશનલ (Motivational) સ્પીકર એવા સ્પર્શ શાહના મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    જન્મ સમયે 35 થી વધુ હાડકાં તૂટેલા અને 140 ફ્રેક્ચર થઈ ચૂક્યા છે

    સ્પર્શ શાહ એક અમેરિકન રેપર, ગાયક, ગીતકાર અને ન્યુજર્સી, યુએસના પ્રેરણાદાયી વક્તા છે. તેનો જન્મ 2003 માં ન્યૂજર્સીના ઈસેલિનમાં ભારતીય મૂળના પરિવારમાં થયો હતો. સ્પર્શને ખૂબ જ દુર્લભ ડિસઓર્ડર ઑસ્ટિઓજેનેસિસ ઈમ્પરફેક્ટા (Osteogenesis Imperfecta) છે. જેને બ્રિટલ બોન ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. જન્મ સમયે તેના શરીરમાં 35 થી વધુ હાડકાં તૂટેલા હતા. અત્યાર સુધીમાં તેને 140 જેટલા ફ્રેક્ચર (Fracture) પણ થઈ ચૂક્યા છે.

    આ પણ વાંચો : અંગ દાન એજ મહાદાન: ગુજરાતના યુવકે નાના આંતરડાનું દાન કરી મુંબઈના યુવકને આપ્યું પીડા મુક્ત જીવન

    હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રગીત પણ ગાયું

    તે એક પ્રેરક વક્તા (Speaker) પણ રહ્યા છે. જેનું લક્ષ્ય તેમના સંગીત અને ભાષણ દ્વારા ઘણા લોકોના જીવનને બદલવાનું છે. તે એમિનેમના નોટ અફ્રેઈડ (Not Afraid) ગીતના વાયરલ કવર વિડિયો માટે જાણીતા છે. તેના પ્રવાસ પર એક દસ્તાવેજી ફિલ્મ બ્રિટલ બોન રેપર પણ બનાવવામાં આવી હતી. સ્પર્શ શાહે હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રગીત (National Anthem) પણ ગાયું હતું.



    વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ મોટિવેશનલ પ્રોગ્રામમાં લોકો પોતાના જીવનમાં (Life) તથા ખાસ કરીને વિદ્યાર્થીઓના (Students) ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં લઈને માર્ગદર્શન આપવામાં આવશે. પગની ગંભીર બીમારી હોવા છતાં આ માઈન્ડ પાવરના (Mind Power) બેતાજ બાદશાહને સાંભળવો એક લ્હાવો છે. પરંતુ તેને સાંભળવા માટે ઈંગ્લીશ આવડતું હોવું જરૂરી છે. જે 21 ઓગસ્ટ, 2022 ને રવિવારના રોજ વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે બપોરે 3.30 કલાકે આ માર્ગદર્શન સેમિનારનું (Seminar) આયોજન કરવામાં આવ્યું છે.

    સરનામું : વિશ્વ ઉમિયાધામ - અમદાવાદ, વૈષ્ણોદેવી મંદિરની સામે, સરખેજ-ગાંધીનગર હાઇવે, ગામ. જાસપુર, તા. કલોલ, ગાંધીનગર, ગુજરાત

    વેબસાઈટ : https://vishvumiyafoundation.org/

    ફોન નંબર : 91-7202080 333/ 222
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Umiyadham, Vishwa Umiyadham

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन