Home /News /ahmedabad /અમદાવાદ: બે માસની દીકરીને ત્રીજામાળેથી ફેંકનાર માતાની ધરપકડ, જુઓ ઘટનાના સીસીટીવી

અમદાવાદ: બે માસની દીકરીને ત્રીજામાળેથી ફેંકનાર માતાની ધરપકડ, જુઓ ઘટનાના સીસીટીવી

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Ahmedabad News: અમદાવાદની ઘૃણાસ્પદ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે માતાની ધરપકડ કરી લીધી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: શહેરમાં ચકચાર મચાવનાર કિસ્સો સામે આવ્યો છે. માત્ર ત્રણ માસની બાળકીની સારવાર માટે આવેલી માતાએ જ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી દીધી છે. બાદમાં આ જ માતાએ બાળકી ગુમ થઇ હોવાની જાહેરાત કરી હતી. પરંતુ સીસીટીવી કેમેરાના કારણે તે માતાની કરતુતોનો પર્દાફાશ થઈ ગયો છે. પોલીસએ આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને માતાની ધરપકડ કરી છે.

    આણંદ વિસ્તારમાં રહેતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેની બે માસ 25 દિવસની દીકરી જન્મની સાથે જ બીમાર રહેતી હતી. પ્રથમ તેને વડોદરા ખાતેની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં 24 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી અને ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બાળકીના જન્મ સમયે તે ખરાબ પાણી પી ગઇ હોવાથી તેની તબિયત ખરાબ થઇ હોવાનું ફરજ પરના ડોક્ટરએ જણાવ્યું હતું. જોકે, બાળકીની તબિયતમાં સુધારો આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

    ઉલ્લખનીય છે કે, 14મી ડિસેમ્બરના દિવસે બાળકીનું આતરડું બહાર આવી જતાં તેને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે વધુ સારવારની જરૂર હોવાથી ફરજ પરના ડોક્ટરએ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવા માટે કહ્યું હતું. જેથી તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.

    આ પણ વાંચો: 'જૈનો અહિંસક છે પરંતુ અન્યાય તો સહન નહીં કરે'

    1200 બેડની હોસ્પિટલમાં ત્રીજા માળે બાળકીને દાખલ કરવામાં આવેલ હતી. જેની પાસે તેની માતા રહેતી હતી. સવારે જ્યારે ફરિયાદી પ્રતિક્ષા કક્ષમાં સુતા હતાં ત્યારે તેની પત્ની આવી અને બાળકી મળતી ન હોવાની જાહેરાત કરી હતી. જોકે ફરિયાદીએ પણ આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ બાળકી મળી આવી ના હતી.

    આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસએ સીસીટીવી કેમેરાની મદદથી બાળકી શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી. પરંતુ તેમાં આ બાળકીને તેની માતા જ વહેલી સવારે લગભગ સવા ચારેક વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઇ આવીને ગેલેરીમાં પિલ્લર પાસે ઉભી રહેલી જોવા મળી હતી. જોકે, થોડીવાર બાદ તે ખાલી હાથે વોર્ડમાં પરત જતી જોવા મળી હતી.




    જેથી પોલીસે બાળકીની માતાની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતુ કે, બાળકી જન્મથી જ બીમાર રહેતી હોવાથી તેણે જાતે જ બાળકીને ગેલેરીમાંથી નીચે ફેંકી દીધેલ છે. પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ કરતાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જે અંગે પોલીસએ હત્યાનો ગુનો દાખલ કરીને માતાની ધરપકડ કરી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Baby girl, CCTV footage, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन