જાણો, કેટલો ખતરનાક છે અફઘાનિસ્તાન પર ફેંકેલો દુનિયાનો સૌથી મોટો બોમ્બ CBU-43

Haresh Suthar | News18 Gujarati
Updated: April 14, 2017, 10:36 AM IST
જાણો, કેટલો ખતરનાક છે અફઘાનિસ્તાન પર ફેંકેલો દુનિયાનો સૌથી મોટો બોમ્બ CBU-43
અમેરિકાએ અફઘાનિસ્તાન પર અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બ ફેંકીને દુનિયાને ચોંકાવી દીધી છે. અમેરિકાએ જે GBU-43 બોમ્બ અફઘાનિસ્તાન પર ફેંક્યો છે. એ એટલો બધો ખતરનાક છે કે એના સવા ત્રણ કિલોમીટરના વિસ્તારમાં બધુ નષ્ટ થઇ ગયું છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 14, 2017, 10:36 AM IST
નવી દિલ્હી #અમેરિકાએ અફઘાનિસ્તાન પર અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બ ફેંકીને દુનિયાને ચોંકાવી દીધી છે. અમેરિકાએ જે GBU-43 બોમ્બ અફઘાનિસ્તાન પર ફેંક્યો છે. એ એટલો બધો ખતરનાક છે કે એના સવા ત્રણ કિલોમીટરના વિસ્તારમાં બધુ નષ્ટ થઇ ગયું છે.

અમેરિકાના રક્ષા મંત્રાલયે સત્તાવાર રીતે આ મામલે સમર્થન આપ્યું છે કે, એણે પૂર્વી અફઘાનિસ્તાનમાં સ્થિત ઇસ્લામિક સ્ટેટના આતંકીઓના અડ્ડાઓ પર સૌથી મોટો અને ખતરનાક એનો જીબીયુ-43 બોમ્બ ફેંક્યો છે. આ બોમ્બમાં સૌથી શક્તિશાળી બોમ્બ કહેવાય છે. પેંટાગોનના પ્રવક્તાએ જણાવ્યું કે, પહેલી વખત આ પ્રકારનો બોમ્બ ફેંકાયો છે અને MC-130 એરક્રાફ્ટથી ફેંકાયો છે.

અંદાજે 10 હજાર કિલો વજનના આ બોમ્બનું નામ GBU-43 છે. એને મધર ઓફ ઓલ બોમ્બ કહેવામાં આવે છે. આ પ્રકારના બોમ્બ સમગ્ર દુનિયામાં માત્ર 15 જ છે. સવા ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આ બોમ્બથી નષ્ટ થઇ ગયું છે. આ બોમ્બ જીપીએસથી સંચાલિત થાય છે. જેને કારણે નિશાન ચુકવાનો તો કોઇ સવાલ જ પેદા થતો નથી. GBU-43 બોમ્બ 1 ટન TNT બરાબર છે. આ બોમ્બ બનાવવા માટે અંદાજે 2000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
First published: April 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर