Home /News /ahmedabad /માતાએ મોબાઇલ ફોનનું રેકોર્ડિંગ ચેક કરતા સગીર દીકરીની પ્રેમ કહાનીનો પર્દાફાશ, જાણો પૂરી હકીકત!

માતાએ મોબાઇલ ફોનનું રેકોર્ડિંગ ચેક કરતા સગીર દીકરીની પ્રેમ કહાનીનો પર્દાફાશ, જાણો પૂરી હકીકત!

દીકરી પર શંકા જતાં માતાએ મોબાઇલ ચેક કર્યો હતો

Ahmedabad News: લાકો સુધી મોબાઇલમાં વાતચીતમાં વ્યસ્ત રહેતી દીકરીના વર્તન પર શંકા જતાં માતાએ મોબાઇલ ફોન ચેક કર્યો હતો. જેમાં સગીર દીકરીની પ્રેમ કહાનીનો ભાંડો ફુટતા શરૂઆતમાં આ મામલો સમાધાનથી પૂર્ણ થઈ ગયો હતો.

અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં વાલીઓ માટે ફરી એક ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કલાકો સુધી માતાના મોબાઇલમાં વાતચીતમાં વ્યસ્ત રહેતી દીકરીના વર્તન પર શંકા જતાં માતાએ મોબાઇલ ફોન ચેક કર્યો હતો. જેમાં સગીર દીકરીની પ્રેમ કહાનીનો ભાંડો ફુટતા શરૂઆતમાં આ મામલો સમાધાનથી પૂર્ણ થઈ ગયો હતો. જોકે તેમ છતાં યુવકે સગીરા સાથેના પ્રેમ સંબંધો યથાવત રાખતા અંતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે.

યુવક વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ


અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં એક યુવક વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાના મોબાઇલ પરથી તેની સગીર દીકરી ઘણા દિવસોથી કોઈ યુવક સાથે વાતચીત કરી હતી. ફરિયાદી મહિલાને આ બાબતે શંકા જતા તેણે મોબાઇલ ફોનનું રેકોર્ડીગ ચેક કર્યુ હતું. જેમાં તેને કોઈની સાથે પ્રેમ હોવાનો પર્દાફાશ થયો હતો. ફરિયાદીએ દીકરીને ધમકાવતા તે ઘરેથી નીકળીને પ્રેમીના ઘરે જતી રહી હતી.

આ પણ વાંચો: ખુલ્લા સાંઢની જેમ દોડતી બસે બાઇકચાલકને લીધો અડફેટે, CCTV

સગીરા અને યુવકના પ્રેસ સંબંધનો પર્દાફાશ


આથી તેના માતાએ પોતાની દીકરીનો પીછો કર્યો હતો માલુમ પડ્યુ કે, તેની દિકરી તેમના ઘરની નજીકમાં રહેતા એક યુવકના પ્રેમમાં છે. ફરિયાદી મહિલા આ યુવકના ઘરે પહોચી ગઇ હતી અને ત્યા જઇને તેની માતાને સમજાવી હતી અને બન્ને અલગ જ્ઞાતિના હોવાથી લગ્ન શક્ય નથી તેવુ જણાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આમ ફરિયાદી તેની દીકરીને લઇને પરત ઘરે આવી ગઇ હતી. થોડા દિવસ બાદ સગીરા ત્રણ દિવસ સુધી બહાર ગઇ હતી અને ત્યારબાદ પરત પણ આવી ગઇ હતી.

આ પણ વાંચો: યુવતીની છેડતી કરી વારંવાર પરેશાન કરતો હતો સમીર ખાન, યુવતીએ કંટાળી જીવન સંકેલ્યું

યુવકના સગીરા સાથે શરીર સંબંધ પણ રહ્યા


માતાને આ મામલે શંકા જતા તેને પુછ્યુ હતું તો સગીરાએ જણાવ્યુ હતું કે, તેની સહેલીના ઘરે ગઇ હતી. થોડા દિવસ બાદ સગીરા આખી રાત બહાર રહી હતી. જેથી માતાએ તેને સમજાવીને પુછ્યુ હતું કે, તું આ યુવક સાથે કેમ ફરે છે અને તેની સાથે સંબંધ કેમ રાખે છે? જેથી સગીરા કહેવા લાગી હતી કે, આરોપી યુવક મને અવારનવાર બહાર લઇ જાય છે અને મારી સાથે શરીર સંબંધ રાખે છે. જેથી સગીર દીકરીની આ વાત સાંભળીને માતાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસએ આ મામલે યુવક વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Love story

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन