Home /News /ahmedabad /માતાએ કપડાં બદલતી કિશોરીનો વીડિયો ઉતાર્યો, પુત્રએ હવસનો શિકાર બનાવી

માતાએ કપડાં બદલતી કિશોરીનો વીડિયો ઉતાર્યો, પુત્રએ હવસનો શિકાર બનાવી

મીર સુહૈલ દ્વારા બનાવવામાં આવેલો ક્રિએટિવ ફોટો

દોઢ વર્ષ સુધી આ યુવાને વીડિયો બતાવીને કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. જેની કિશોરીએ પરિવારને જાણ કરતા તેના પિતાએ માતા અને યુવાન સામે ફરિયાદ નોંધાવતા બંન્નેની ધરપકડ કરી લીધી છે.

    ઋતવીજ સોની, અમદાવાદ: શહેરનાં વટવામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિંઝોલમાં રહેતા માતા પુત્રએ ભેગા મળીને પાડોશમાં રહેતી 15 વર્ષની કિશોરીને ઘરે બોલાવી હતી. ત્યાર બાદ સગીરા ડ્રેસનો ટ્રાયલ લઇ રહી હતી ત્યારે મહિલાએ તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને પોતાનાં દીકરા સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હતી. દોઢ વર્ષ સુધી આ યુવાને વીડિયો બતાવીને કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. જેની કિશોરીએ પરિવારને જાણ કરતા તેના પિતાએ માતા અને યુવાન સામે ફરિયાદ નોંધાવતા બંન્નેની ધરપકડ કરી લીધી છે.

    આ મામલે લખાવેલી ફરિયાદ પ્રમાણે વિંઝોલ ગામમાં રહેતા વેપારીની 15 વર્ષની દીકરીએ અત્યારે ધોરણ 10ની પરીક્ષા આપી છે. તેમનાં ઘર પાસે રહેતા રહેતા રેખાબેન ડ્રેસ વેચવાનો ઘરે ઘંઘો કરતા હતાં. તેથી તેમણે આસપાસની બધી છોકરીઓ અને મહિલાઓને ડ્રેસ જોવા બોલાવ્યાં હતાં. જેથી આ સગીરા રેખાબહેનના ઘરે ડ્રેસ ખરીદવા ગઇ હતી. કિશોરીને થોડા ડ્રેસ ગમતા હતા તેથી તેનું ટ્રાયલ લેવા માટે તે બીજા રૂમમાં ગઈ હતી. ત્યારે રેખાબેને સગીરાનો વીડિયો ઉતારી લીધો હતો.

    આ પણ વાંચો: નવસારી : ફાર્મ હાઉસમાં કેફી પીણું પીવડાવી અમદાવાદની યુવતી પર ગેંગ રેપ

    આ વીડિયો કિશોરીને બતાવી તેના દીકરા જીતુ સાથે શરીરસંબંધ બાંધવા મજબૂર કરી હતી. જોકે સગીરાએ વિરોધ કરતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી કિશોરીએ ગભરાઇને જીતુ સાથે સંબંધ બાંધ્યો હતો. માતાએ શરીર સંબંધ બાંધતા વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ તે વીડિયો સગીરાને બતાવી તેને અવારનવાર પોતાના ઘરે બોલાવી યુવાન શરીર સુખ માણતો હતો. આ ઉપરાંત તે કિશોરી પાસે નગ્ન ફોટા પણ મંગાવતો હતો.

    આખરે માતા પુત્રની ધમકીઓથી કંટાળીને સગીરાએ પરિવારને આ આખી ઘટનાની જાણ કરી હતી. જે બાદ સગીરાનાં પિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે માતા પુત્રની ધરપકડ કરી લીધી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Molest, અમદાવાદ, ગુજરાત, બળાત્કાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन