આઝાદીના દાયકાઓ બાદ પણ આ ગામ છે રસ્તા વિહોણું,વિદ્યાર્થીઓ થાય છે પરેશાન

A
Updated: January 1, 1970, 5:30 AM IST
આઝાદીના દાયકાઓ બાદ પણ આ ગામ છે રસ્તા વિહોણું,વિદ્યાર્થીઓ થાય છે પરેશાન
મોડાસાઃ યાત્રાધામ શામળાજી પાસે આવેલા મોરીકુંલ્લા ગામ આઝાદીના વર્ષો બાદ પણ પાકા રસ્તાથી હજુ પણ વંચિત રહેવા પામ્યું છે. પાકો રસ્તો નહી હોવાથી વિદ્યાર્થીઓએ ભારે હાલાકી પડે છે અને ચાલીને ચાર કિલો મીટર સુધી જવું પડે છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. ત્યારે સત્વરે તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓની હાલાકી દૂર કરી ગ્રામજનો માટે પાકો રસ્તો બનાવાય તેવી માંગ ઉઠવા પામી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
મોડાસાઃ યાત્રાધામ શામળાજી પાસે આવેલા મોરીકુંલ્લા ગામ આઝાદીના વર્ષો બાદ પણ પાકા રસ્તાથી હજુ પણ વંચિત રહેવા પામ્યું છે. પાકો રસ્તો નહી હોવાથી વિદ્યાર્થીઓએ ભારે હાલાકી પડે છે અને ચાલીને ચાર કિલો મીટર સુધી જવું પડે છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. ત્યારે સત્વરે તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓની હાલાકી દૂર કરી ગ્રામજનો માટે પાકો રસ્તો બનાવાય તેવી માંગ ઉઠવા પામી છે. ગતિશીલ ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો થઇ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારનું એક એવું ગામ કે જ્યાં આઝાદી પછી ગ્રામજનોને પાકો રસ્તો મળ્યો નથી યાત્રાધામ શામળાજી પાસે અરવલ્લી ની ગિરિમાળાઓ વચ્ચે ડુંગરો પર 70 થી 80 છુટા છવાયા ઘરની વસ્તી વાળું મોરીકુંલ્લા ગામ આવેલું છે આ ગામ ના લોકો ને પોતાના દૈનિક કામકાજ માટે અને વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે ગામથી 4 કિલોમીટર દૂર વાઘપુર ગામે આવવું પડેછે આ ગામ માં આદિવાસી સમાજ ના લોકો વસવાટ કરેછે અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવેછે પોતાના કોઈપણ કામકાજ ખરીદી કે અન્ય કોઈ વ્યવહાર માટે વાઘપુર ગામે આવવું પડેછે. આ મોરીકુંલ્લા થી વાઘપુર સુધી નો રસ્તો સાવ કાચો છે વળી ડુંગરાળ પ્રદેશ માં છે ગામ ના લોકો ને ખરીદી કરવા કે અન્ય કોઈ ચીજ વસ્તુ લેવા આ રસ્તે થઇ ને જ જવું પડેછે ચોમાસા માં આસપાસ ના ડુંગરો નું પાણી આ રસ્તા પર ભરાઈ જાયછે અડધે રસ્તે એક નાળું અને તળાવ આવેછે ચોમાસા માં તળાવ અને નાળું ભરાઈ જવાના કારણે ગામ લોકો સંપર્ક વિહોણા થઇ જાય છે બીમારી ના સમયે દર્દી ને ખાટલા માં નાખી લઇ જવો પડેછે સરકાર ની આરોગ્ય લક્ષી 108 સેવા પણ ગામ માં પહોંચી શકતી નથી.
First published: March 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर