Home /News /ahmedabad /Educational: અમદાવાદની 50 પ્રાથમિક શાળાઓને વાગશે ખંભાતી તાળા? જાણો શુ છે કારણ

Educational: અમદાવાદની 50 પ્રાથમિક શાળાઓને વાગશે ખંભાતી તાળા? જાણો શુ છે કારણ

વિદ્યાર્થીઓની સંખ્યા 20થી ઓછી હશે તો આ શાળાઓને બંધ થશે તે નક્કી છે.

પ્રાથમિક શિક્ષણ વિભાગના પોર્ટલ પર મૂકી નથી અને કેટલીક સ્કૂલોમાં 8 ધોરણની કુલ સંખ્યા 20 પણ થતી નથી. જેથી DEO એ 50 થી વધુ સ્કૂલો પાસે ખુલાસો માંગ્યો છે.

અમદાવાદ: અમદાવાદની 50થી વધુ પ્રાથમિક શાળાઓ બંધ થવાના આરે આવીને ઉભી છે. આ શાળાઓ બંધ થવાનું કારણ વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યા છે. આ મામલે હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તાત્કાલિક અસરથી શાળાઓ પાસેથી ખુલાસો માંગ્યો છે.

પ્રાથમિક શિક્ષણ વિભાગના પોર્ટલ પર મૂકી નથી અને કેટલીક સ્કૂલોમાં 8 ધોરણની કુલ સંખ્યા 20 પણ થતી નથી. જેથી DEO એ 50 થી વધુ સ્કૂલો પાસે ખુલાસો માંગ્યો છે. જો આ સંખ્યા પૂરતી નહિ હોય તો સ્કૂલોને તાળા વાગશે તે પણ નક્કી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા શહેરની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા જ નહિ હોવાનું ધ્યાને આવ્યું છે.

આ પણ વાંચો- વલસાડમાં ચાર દીકરીઓને ઠંડા પીણામાં ઝેરી પ્રવાહી આપી માતાએ પણ પીધુ

સ્કૂલમાં 1 થી 8 ધોરણના 20 વિદ્યાર્થીઓ પણ પુરા ના થતા હોય તો સ્કૂલમાં શિક્ષકોની સંખ્યા પણ પૂરતી ના હોય જેથી વિદ્યાર્થીઓને અભ્યાસની ગુણવત્તા ના જળવાય તે માટે DEO દ્વારા શિક્ષણ વિભાગના  પોર્ટલ પર ચકાસીને 0 થી 20 સંખ્યા હોય તેવી સ્કૂલોની યાદી બનાવવામાં આવી છે. આ સ્કૂલો પાસે DEO દ્વારા સંખ્યા બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે. જેમાં જે સ્કૂલોની 20 થી વધુ સંખ્યા હશે તેમને બંધ કરવા નોટિસ આપવામાં આવશે.

આ પણ વાંચો- અમદાવાદ: દારૂ પીવાની કુટેવ ધરાવતા પતિની પત્નીએ જ કરી નાખી હત્યા

જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા જણાવે કે સ્કૂલોમા ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે ખાસ ખાનગી પ્રાથમિક સ્કૂલોની સંખ્યાની યાદી બનાવી છે. અમારા ધ્યાને આવ્યું છે કે કેટલીક સ્કૂલોએ પોર્ટલ પર સંખ્યા જ જાહેર કરી જ નથી. જેથી સ્કૂલોની સંખ્યા જાહેર થાય તે માટે જે તે સ્કૂલો પાસેથી તાત્કાલિક અસરથી સ્પષ્ટતા માંગવામાં આવી છે. સાથે જ ફરીએ એક વાર શાળાઓ પાસે વિદ્યાર્થીઓની સંખ્યાની યાદી મંગાવવામાં આવી છે. અને તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 20થી ઓછી હશે તો આ શાળાઓને બંધ થશે તે નક્કી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Education News, Education News in Gujarati, Gujarat Education, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन