Home /News /ahmedabad /

AHMEDABAD: સરકાર અને ડોકટરોની ટક્કર વચ્ચે સામાન્ય દર્દીઓનો શો વાંક? 33 હજાર ડોકટરો હડતાળ પર

AHMEDABAD: સરકાર અને ડોકટરોની ટક્કર વચ્ચે સામાન્ય દર્દીઓનો શો વાંક? 33 હજાર ડોકટરો હડતાળ પર

રાજ્યમાં

રાજ્યમાં ICU બેડની સંખ્યામાં ભારે ઘટાડો થશે

ગુજરાત રાજ્ય સરકારના એકપક્ષીય (Unilateral) નિર્દેશોનો વિરોધ ક૨વા માટે રાજ્યભરના 33,000 થી વધુ એલોપેથિક ડોકટરો ઇમર્જન્સી સહિતની સેવાઓ પર હડતાલ (Strike) જાહેર કરી છે.

    પાર્થ પટેલ, અમદાવાદ: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ (IMA-GSB) એ રાજ્યના 33,000થી વધુ એલોપેથિક (Allopathic) ડોકટરોની પ્રતિનિધિ સંસ્થા છે. તે હંમેશા બહેતર આરોગ્ય સંભાળ પ્રણાલીના હેતુ માટે પ્રોત્સાહન આપે છે અને જ્યારે જરૂર હોય ત્યારે જાહેર અને તબીબી (Medical) વ્યાવસાયિકોના પ્રશ્નોને વાચા આપી ઉકેલ શોધવામાં મદદ પણ કરે છે.

    ICU ની સુવિધા ગ્રાઉન્ડ ફ્લોર પર હોવી જરૂરી છે

    ગત મહિને 30/06/2022 ના રોજ ગુજરાતની માનનીય હાઈકોર્ટે (High Court) આર/ રીટ પિટિશન (PIL) નંબર 118/2020 માં રાજ્ય સરકારને મૌખિક આદેશ દ્વારા જણાવ્યું છે કે રાજ્યની જે હોસ્પિટલોમાં ICU ની સુવિધા છે. તેમાં ICUની સુવિધા ગ્રાઉન્ડ ફ્લોર (Ground Floor) પર હોવી જોઈએ. તેમજ કાચના ફસાદ દૂર કરવા વગેરે અંગે અમુક જોગવાઈઓ લાગુ કરવા સૂચના આપી છે. રાજ્યભરની હોસ્પિટલોને 7 દિવસની અંદર તેનું પાલન કરવા નોટિસો (Notice) પણ મળી રહી છે. જે સંપૂર્ણપણે પાયાવિહોણી અને અતાર્કિક છે.

    રાજ્યમાં ICU બેડની સંખ્યામાં ભારે ઘટાડો થશે

    કેટલીક જોગવાઈઓ કે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અને તેનો અમલ (Execution) શક્ય નથી તેનો અમલ કરવાનો આગ્રહ વ્યાપકપણે જનતા પર આપત્તિજનક અસર કરી શકે છે. આ જોગવાઈઓના અમલથી ICUના દર્દીઓમાં વધુ ચેપ (Infection) થવાની સંભાવના છે અને સમગ્ર રાજ્યમાં ICU બેડની સંખ્યામાં પણ ભારે ઘટાડો થશે. આ પ્રકારના અમલથી ICU માં વર્તમાન દર કરતાં અનેક ગણો મૃત્યુનો દર વધશે. આ પ્રકારના મૌખિક (Oral) આદેશની અસર ટૂંકા તેમજ લાંબા ગાળામાં વિનાશક હોઈ શકે છે.IMA ના સ્ટેટ સેક્રેટરી ડો. મેહુલભાઈ શાહ સાથે વાત કરતા જાણાવ્યું કે આનો આદેશ આપતા પહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અથવા તેના સંબંધિત કોઈ પણ શાખાને સામેલ કર્યા કે તેને સાંભળ્યા વિના એકપક્ષીય રીતે નિર્ણય પસા૨ ક૨વામાં આવ્યો છે. તેથા તેમાં તબીબી વ્યાવસાયિકો અને હોસ્પિટલોનો (Hospital) મત ગણકા૨વામાં જ નથી આવ્યો.

    IMA રાજ્ય સરકારના એકપક્ષીય નિર્દેશોનો સખત વિરોધ કરશે

    AMA ના પ્રેસિડેન્ટ ડો. દિલીપભાઈ ગઢવી એ જણાવ્યું હતું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત રાજ્યની (Gujarat Government) શાખા હોસ્પિટલમાં આગની ઘટનાઓને રોકવા માટેના કોઈ પણ પગલાં માટે સમાન સહાયક રહેશે. પરંતુ રાજ્ય સરકારના (State Government) આવા એકપક્ષીય નિર્દેશોનો સખત વિરોધ કરે છે. માનનીય સરકારે તબીબી વ્યાવસાયિકો સહિત તેને સંબંધિત તમામ વિભાગોના સભ્યોની બનેલી એક તકનીકી સમિતિની (Technical Committee) રચના કરવી જોઈએ.

    ગુજરાત રાજ્ય સરકારના એકપક્ષીય (Unilateral) નિર્દેશોનો ડોકટરો કરી રહ્યા છે વિરોધ

    સામાન્ય જનતા, તબીબી વ્યાવસાયિકો અને હોસ્પિટલોના જનહિતને જાળવી રાખવા અને ગુજરાત રાજ્ય સરકારના એકપક્ષીય (Unilateral) નિર્દેશોનો વિરોધ ક૨વા માટે રાજ્યભરના 33,000 થી વધુ એલોપેથિક ડોકટરો ઇમર્જન્સી સહિતની સેવાઓ પર હડતાલ (Strike) જાહેર કરી છે. તથા 4000 થી વધારે હોસ્પિટલોબંધ છે. આ દિવસે ઈમરજન્સી ધરાવતા દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવશે. તેમની આ રજૂઆતને સંબંધિત સત્તાવાળાઓ ધ્યાનમાં લઈને જાહેર જનતાની (Public) તરફેણમાં યોગ્ય નિર્દેશો આપશે તેવી આશા પણ વ્યક્ત કરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Doctors strike, Gujarat News, Latest News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन