Home /News /ahmedabad /અમદાવાદ : દરિયાપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ક્લબમાં રેડ, 150થી વધારે જુગારીઓ ઝડપાયા
અમદાવાદ : દરિયાપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ક્લબમાં રેડ, 150થી વધારે જુગારીઓ ઝડપાયા
અમદાવાદ : દરિયાપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ક્લબમાં રેડ, 150થી વધારે જુગારીઓ ઝડપાયા
એક બિલ્ડિંગમાં નહીં પરંતુ સાત બિલ્ડિંગમાં જુગાર ધામ ધમધમતા હતા, પોળ જેવા ભરચક વિસ્તારમાં રહેણાક મકાન છતાં આટલી મોટી સંખ્યામાં જુગારીઓ અહી જુગાર રમતા હતા છતાં સ્થાનિક પોલીસના બદલે સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરવી પડી
અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ફરી એક વખત પોલીસે દરોડા પાડ્યા છે. દરિયાપુર તંબુ પોલીસ ચોકી નજીક આવેલ મનપસંદ જીમખાનામાં કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. રેડ કરતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઇ હતી અને રેડ દરમિયાન પોલીસના હાથે જે લાગ્યું તે પણ ચોંકાવનારું હતું.
અહી એક બિલ્ડિંગમાં નહીં પરંતુ સાત બિલ્ડિંગમાં જુગાર ધામ ધમધમતા હતા અને દસ વીસ નહીં 150થી વધુ જુગારીઓ પણ મળી આવ્યા છે. પોળ જેવા ભરચક વિસ્તારમાં રહેણાક મકાન છતાં આટલી મોટી સંખ્યામાં જુગારીઓ અહી જુગાર રમતા હતા છતાં સ્થાનિક પોલીસના બદલે સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરવી પડી છે.
પ્રાથમિક સૂત્રો પાસેથી મળેલ માહિતી પ્રમાણે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ આ જુગારધામ ચલાવતો હતો. પોલીસે તેને પણ ઝડપી પાડયો છે. ગોવિંદની સાથે અન્ય લોકો પણ આ જુગારધામના સંચાલનમાં જોડાયા હોવાની શક્યતા છે. પોલીસે અલગ અલગ બિલ્ડિંગમાંથી પત્તાના કેટ, કોઇન સહિત નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપીઓને અહી જમવા, પાણી અને એસી સહિતની સુવિધાઓ પૂરી પાડવામા આવતી હતી અને સમગ્ર વિસ્તારને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યો છે.