Home /News /ahmedabad /તું રંગાઈ જાને રંગમાં! હેમંત ચૌહાણ સહિતના કલાકારો ભાજપમાં જોડાયા

તું રંગાઈ જાને રંગમાં! હેમંત ચૌહાણ સહિતના કલાકારો ભાજપમાં જોડાયા

હેમંત ચૌહાણ

ભાજપના સંગઠન પર્વમાં 50 લાખ નવા સભ્યોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધી 35 લાખ લોકો પક્ષમાં જોડાઈ ચુક્યા છે.

    ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય જનતા પાર્ટી સાથે સોમવારે ગુજરાતના વધુ નામી કલાકારો જોડાયા હતા. સોમવારે ભાજપનો ખેસ પહેરનારા કલાકારોમાં હેમંત ચૌહાણ, સંગીતકાર પંકજ ભટ્ટ, ગાયિકા સંગીતા લાબડીયા, સ્વ. હેમભાઈ ગઢવીના પુત્ર બિહારી ગઢવી, સૌમિલભાઈ, પ્રભુભાઈ ઠાકોર, જીતેન્દ્રભાઈ ઠક્કર વગેરેનો સમાવેશ થાય છે. આ પહેલા ગાયિકા કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સંગઠન પર્વમાં 50 લાખ નવા સભ્યોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધી 35 લાખ લોકો પક્ષમાં જોડાઈ ચુક્યા છે.

    કાશ્મીર આઝાદ થયું તેની ખુશી : હેમંત ચૈહાણ

    કમલમ્ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તમામ કલાકારોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો તેમજ તમામ કલાકારોને પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે નિવેદન આપતા ગાયક કલાકાર કલાકાર હેમંત ચૌહાણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ભારતને આઝાદ થતાં આપણે જોયું નથી પરંતુ કાશ્મીર આઝાદ થયું તેનો અમને હરખ છે. અમે આનો અનુભવ કર્યો છે." આ સાથે જ હેમંત ચૌહાણે પોતાનું ખૂબ જ લોકપ્રિય ભજન "સીતારામ તણા સત સંગમાં, રાધે શ્યામના રે રંગમાં, તું રંગાઈ જાને રંગમાં" પણ લલકાર્યું હતું.

    હેમંત ચૌહાણ


    હું ભાજપ સાથે દિલથી જોડાયેલો હતો : બિહારી હેમુ ગઢવી

    સ્વ. હેમુ ગઢવીના પુત્ર બિહારી હેમુ ગઢવીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, "હું દીલથી ભાજપા સાથે જોડાયેલો જ હતો. હેમુ ગઢવીનું નામ તમે જાણતા જ હશે. તેમના અવસાન પછી ભાજપ સરકારે તેમની કલાની કદર કરી હતી. રાજકોટ ખાતે તેમના નામ પર હેમુ ગઢવી ઓડિટોરિયમ બન્યું છે."

    બિહારી હેમુ ગઢવી


    ભાજપા સાચા અર્થમાં કલાકાર પ્રેમી પક્ષ : સંગીતા લાબડિયા

    આ પ્રસંગે વાત કરતા ગાયિકા સંગીતા લાબડિયાએ કહ્યું હતું કે, "આજે અમે બધા કલાકાર મિત્રો ભાજપના એક તારમાં બંધાવા હાજર છીએ. ભાજપમાં દરેક મોટા પદાધિકારી સાચા અર્થમાં કલાકાર પ્રેમી હોવાથી બધા કલાકારો ભાજપામાં જોડાઈ રહ્યા છે. સૂરીલા પક્ષમાં જોડવાનો અમને આનંદ છે. ભાજપ અમારો પરિવાર છે. અમે પક્ષની સેવા કરતા આવ્યા છીએ. આજે તો અમારા પર ફક્ત કાયદેસરનો થપ્પો લાગ્યો છે."

    સંગીતા લાબડિયા
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Hemant Chauhan, ગાયક, જીતુ વાઘાણી, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन