Home /News /ahmedabad /મોરબી દુર્ઘટનાની સુનાવણીઃ સ્વજનોને ગુમાવનારા પરિવારજનોના આંસુ સૂકાયા નથી, ભીની આંખે માગી રહ્યા છે ન્યાય

મોરબી દુર્ઘટનાની સુનાવણીઃ સ્વજનોને ગુમાવનારા પરિવારજનોના આંસુ સૂકાયા નથી, ભીની આંખે માગી રહ્યા છે ન્યાય

મોરબી દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનારા પરિવારોની વ્યથા

Morbi Cable Bridge Case: મોરબીમાં દિવાળીના તહેવાર દરમિયાન બનેલી ગોઝારી ઘટનાની સતત ત્રીજા દિવસે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ સુનાવણી દરમિયાન પીડિત પરિવારો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. પોતાના સ્વજનોને ગુમાવનારા કુટુંબીજનોના આંસુ હજુ સૂકાઈ રહ્યા નથી. તેમણે રડતા-રડતા પોતાની વ્યથા જણાવી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં સતત ત્રીજા દિવસે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે. 120 જેટલા મૃતકોના પરિવારજનો મોરબીથી ન્યાય મેળવવા માટે અમદાવાદ પહોંચ્યા છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે હાઈકોર્ટ આજે આ મામલે ચુકાદો સંભળાવી શકે છે. પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારજનોના આંસુ હજુ સૂકાયા નથી. હાઈકોર્ટ પહોંચ્યા તે દરમિયાન પણ તેમણે ભીની આંખો પોતાની વ્યથા જણાવી છે.

હાઈકોર્ટ પહોંચેલા પરિવારની આંખો ભરાઈ આવી


અમે ન્યાય માગવા માટે અહીં આવ્યા છીએ, બસ અમને ન્યાય મળે, મેં 22 વર્ષનો દીકરો સોહેલ કાદરી મેં ગુમાવ્યો છે. હું ઈચ્છું છું કે મને ન્યાય મળે. અન્ય ઓક પીડિત પરિવારના મોભીએ જણાવ્યું કે, અમે આ દુર્ઘટનામાં દીકરો અને વહુ બન્નેને ગુમાવી દીધા છે, જ્યારે છ વર્ષની મારી પૌત્રીનો બચાવ થયો છે. આવી ઘટનામાં અમને ઈચ્છીએ છીએ કે અમને પુરેપુરો ન્યાય મળે.

પોતાની પત્નીની સાથે બાળકોને પણ ગુમાવનારા વ્યક્તિ પોતાની દીકરી સાથે હાઈકોર્ટ પહોંચ્યા છે, તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં મે મારું સર્વસ્વ ગુમાવ્યું છે. તેઓ ઈચ્છે કે હવે તેમને આ ઘટનામાં ન્યાય મળે.



મોરબીની દુર્ઘટનામાં 120 જેટલા મૃતકોના પરિવાર હાઈકોર્ટ પહોંચ્યો છે. તેઓ ઈચ્છી રહ્યા છે કે આ દુર્ઘટનામાં તેમને ઝડપથી ન્યાય મળે. આ સાથે પરિવારજનો દ્વારા એવી પણ માંગ કરવામાં આવી રહી છે કે આ ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા થવી જોઈએ. આજે ગુજરાત હાઈકોર્ટ આ મામલે ચુકાદો સંભળાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
First published:

Tags: Ahmedabad news, Gujarat hight court, Morbi bridge collapse, Morbi News, મોરબી, હાઈકોર્ટ