Home /News /ahmedabad /ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનામાં જવાબદાર કોણ? હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યા વેધક સવાલ

ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનામાં જવાબદાર કોણ? હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યા વેધક સવાલ

હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યા વેધક સવાલ (ફાઇલ તસવીર)

Morbi bridge collapse: કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ કે, ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનામાં જવાબદાર કોણ? ચીફ ઓફિસર સામે શું પગલા લીધા?

    અમદાવાદ: આજે મોરબી બ્રિજ દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જે દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલ કર્યા હતા. કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ કે, ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનામાં જવાબદાર કોણ? ચીફ ઓફિસર સામે શું પગલા લીધા? જવાબદારી નક્કી ન થાય તેવું એગ્રીમેન્ટ કેમ કરાયું? સાથે જ ઝુલતા પૂલના તમામ કરારો સિલબંધ કવરમાં આપવા સૂચના આપી હતી. કોર્ટે કહ્યું કે, શરૂઆતથી અત્યાર સુધી તમામ કરારો સિલબંધ કરવામાં આપો. MoU વગર બે વર્ષ માટે પૂલનું સંચાલન કેમ અપાયું?

    કોઈપણ જવાબદારી નક્કી ન થાય એવું એગ્રીમેન્ટ શા માટે તૈયાર કરાયું?

    આ સાથે જ મોરબી નગરપાલિકાને સુપરસીડ શા માટે નથી કરી? તેનો હાઈકોર્ટે ખુલાસો માગ્યો હતો. હાઇકોર્ટે હુકમ કર્યો હતો કે, ઝુલતો પુલ તુટવાની દૂર્ઘટનામાં જવાબદાર કોણ? તેનો સરકાર સ્પષ્ટ જવાબ આપે. કોર્ટે કહ્યું કે, ચીફ ઓફીસર સામે શું પગલા લીધા તેનો પણ સરકાર જવાબ આપે. કોઈપણ જવાબદારી નક્કી ન થાય એવું એગ્રીમેન્ટ શા માટે તૈયાર કરાયું? અજંતા ગ્રુપ ઉપર આટલી બધી ઉદારતા શા માટે દાખવાઈ તેનો પણ સરકાર જવાબ આપે. દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર તેમજ પરિજનોને રહેમ રાહે નોકરી માટે સરકાર શું કરી રહી છે? તેનો પણ સરકાર જવાબ આપે. હાઇકોર્ટે સરકારને મોરબી ઝુલતા પુલ અંગે શરૂઆતથી અત્યાર સુધી થયેલા તમામ કરારો અંગેની ફાઈલ સીલ કવરમાં રજૂ કરવા હુકમ કર્યો હતો. જ્યારે આવતીકાલે સુનાવણી થશે.

    આ પણ વાંચો: પહેલા તબક્કાનાં મતદાન પહેલા પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે

    તે દિવસે 3,000થી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું

    રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે, તે દિવસે 3,000થી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું. જે સમયે બ્રિજ તૂટ્યો તે સમયે બંને બાજુથી 300 ટિકિટોનું વેચાણ થયું હતું અને પુલ ઉપર એટલા લોકો હાજર હતા. આ અંગે હાઇકોર્ટે પૂછ્યું કે, સ્ટ્રકચરલ્સ સ્ટેબિલિટી સર્ટિફાઇડ કરવાની જવાબદારી કોની? શા માટે કોઈપણ જાતના એમઓયુ વગર પણ અજંતા ગ્રુપને બે વર્ષ માટે પુલનું સંચાલન કરવા દેવાયું. દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોને તેઓ પુખ્ત થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દર મહિને 3000 રૂપિયા આપશે.

    નોંધનીય છે કે, મોરબીનો ઝુલતો પુલ 30 ઓક્ટોમ્બરે સાંજના સમયે તૂટી પડ્યો હતો અને ત્યારે ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકોમાંથી 135 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, High Court case, Morbi bridge collapse

    विज्ञापन
    विज्ञापन