Ahmedabad Hatkeshwar Bridge: હાટકેશ્વર બ્રિજની ગુણવતા પર અનેક સવાલો ઉઠી ગયા છે. તેમ છતા હાટકેશ્વર બ્રિજ પર કોઇ મોટી કાર્યવાહી એએમસી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. ત્યારે હાટકેશ્વર બ્રિજના મુદે પૂર્વ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ 72 કલાકના ઉપવાસ કરશે.
અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી બ્રિજ એટલે હાટકેશ્વર બ્રિજનો વિવાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. હાટકેશ્વર બ્રિજની ગુણવતા પર અનેક સવાલો ઉઠી ગયા છે. તેમ છતા હાટકેશ્વર બ્રિજ પર કોઇ મોટી કાર્યવાહી એએમસી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. ત્યારે હાટકેશ્વર બ્રિજના મુદે પૂર્વ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ 72 કલાકના ઉપવાસ કરશે. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ આવતી કાલે જન આક્રોશ રેલીના માધ્યમથી ભાજપ સાશનના ભ્રષ્ટાચારનો વિરોધ કરશે.
વિપક્ષ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન
એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાની સોમવારના રોજ જન આક્રોશ રેલીનું આયોજન કરાયુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગમા શાસક પક્ષની મિલીભગત થી થતાં ભ્રષ્ટ્રાચાર અને હાટકેશ્વર બ્રિજની હલકી ગુણવત્તાના કામમાં સંડોવાયેલ તમામને સજા કરવાની માગણી સાથે કમિશનરને આવેદન પત્ર અપાશે. મોટી સંખ્યામાં લોકો જન આક્રોશ રેલીમાં જોડાશે. સાંજે ચાર કલાકે એએસમી ઓફિસ બહાર દેખાવ કરાશે.
તો બીજી તરફ હાટકેશ્વર બ્રિજના પ્રશ્ને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ સોમવાર થી ૭૨ કલાકનો ઉપવાસ કરશે. જ્યોર્જ ડાયસ સાથે આ કાર્યક્રમમાં પ્રતિક ઉપવાસમાં પૂર્વ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલરો ઈકબાલ શેખ,જગદીશ રાઠોડ, ઝુલ્ફીખાન પઠાણ તેમજ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલરો બળદેવભાઈ દેસાઈ,અરવિંદભાઈ ચૌહાણ,ગણપતભાઈ પરમાર,ઇલાક્ષીબેન પટેલ,સપનાબેન તોમર જોડાશે. હાટકેશ્વર ખાતે આવેલ છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ માં મોટા પાયે મટીરીયલ્સની કરવામાં આવેલી ચોરી અને હલકી ગુણવત્તાના કારણે મોટી હોનારત સર્જવાની દહેશત હોય બ્રિજને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવાની માંગ કરાશે.
મટીરીયલની મોટા પ્રમાણ મા ચોરી કરનાર અને મોટા પાયે ગેરરીતિ કરનાર કોન્ટ્રાક્ટર,કન્સલ્ટન્સી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર અને અધિકારીઓ સામે ફોજદારી રાહે પગલાની માંગ રહેશે. કોન્ટ્રાક્ટર,કન્સલ્ટન્ટ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર સંસ્થાઓને બ્લેક લિસ્ટ કરો, બ્રિજમાં વપરાયેલ પ્રજાના પરસેવાની કમાણીની વસૂલાત કોન્ટ્રાક્ટર પાસે કરવા ઉપવાસ રાખી માંગ કરાશે બ્રિજમાં થયેલ મોટાપાયે થયેલ ગેરરીતીની તટસ્થ અને ન્યાયી તપાસ થાય તે માટે સીટની રચના કરવાની માંગ કરાશે.