LIVE : જેટલીએ કહ્યું, સુષમા જવાબ આપવા તૈયાર પણ કોંગ્રેસ અડગ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
LIVE : જેટલીએ કહ્યું, સુષમા જવાબ આપવા તૈયાર પણ કોંગ્રેસ અડગ
સંસદમાં ચોમાસુ સત્રના પ્રારંભે જ હંગામો થયો છે. રાજ્યસભામાં આજે વ્યાપમ અને લલિત મોદી વિવાદ પર જોરદાર હંગામો થયો. લલિત મોદી વિવાદ પર આજે કોંગ્રેસે રાજ્યસભામાં કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી. વિપક્ષ નેતા આનંદ શર્માએ ભાજપ સરકાર સામે જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે, લલિત મોદી સામે સરકાર કેમ દયા બતાવી રહ્યું છે

  • Share this:
નવી દિલ્હી # સંસદમાં ચોમાસુ સત્રના પ્રારંભે જ હંગામો થયો છે. રાજ્યસભામાં આજે વ્યાપમ અને લલિત મોદી વિવાદ પર જોરદાર હંગામો થયો. લલિત મોદી વિવાદ પર આજે કોંગ્રેસે રાજ્યસભામાં કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી. વિપક્ષ નેતા આનંદ શર્માએ ભાજપ સરકાર સામે જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે, લલિત મોદી સામે સરકાર કેમ દયા બતાવી રહ્યું છે શર્માએ કહ્યું કે, વડાપ્રધાને જે વચનો આપ્યા પરંતુ આજે સરકાર ભ્રષ્ટાચારથી ખરડાઇ રહી છે છતાં વડાપ્રધાન ચૂપ કેમ છે. નાણામંત્રીએ માર્ચ માસમાં સુચના આપી હતી કે લલિત મોદી સામે વિવિધ 14 કેસ નોંધાયેલા છે. ઇડીએ પ્રયાસ કર્યો કે તે આવે અને તપાસમાં સહયોગ આપે પરંતુ તે ન થયું. શર્માએ કહ્યું કે, લલિત મોદી તપાસમાં સહયોગ નથી આપતા, એની સામે વિવિધ 14 કેસ નોંધાયેલા છે જેની માહિતી સરકારે જ આપી છએ. છતાં એ આજે વિદેશમાં આરામથી ફરી રહ્યા છે. પરંતુ સરકાર કંઇ નક્કર પગલાં નથી ભરતી. આ મામલે સરકારે સંસદમાં જવાબ આપવો જ પડશે. ભારત સરકારે આગ્રહ કર્યો કે આ વ્યક્તિને ઇગ્લેન્ડ છોડી બહાર ન જવા દેવાય, પરંતુ ઘેરા દુખ સાથે કહેવું પડે છે કે આપણા વિદેશ મંત્રીએ માનવતાની આડમાં એને મદદ કરી. પરંતુ આજે એ વ્યક્તિ વિદેશમાં ગમે ત્યાં ફરી રહ્યો છે. સરકાર બદલાય પરંતુ કાયદો તો ન બદલાય. આનંદ શર્માના સવાલ બાદ નાણામંત્રી જેટલીએ જવાબ આપ્યો કે, વિદેશ મંત્રઈ સુષમા સ્વરાજ જાતે જ આ મામલે જવાબ આપશે. તેઓ બોલવા ઇચ્છે છે પરંતુ એમને બોલવા દેવાતા નથી.
First published: July 21, 2015
વધુ વાંચો
अगली ख़बर