Home /News /ahmedabad /Monsoon 2022 : મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ, તો દક્ષિણ ગુજરાતમાં પણ મનમૂકી વરસ્યા

Monsoon 2022 : મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ, તો દક્ષિણ ગુજરાતમાં પણ મનમૂકી વરસ્યા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ

Monsoon 2022 : અષાઢની શરુઆતમાં જ મેઘરાજા સૌરાષ્ટ્ર (Saurashtra) પર ઓળઘોળ થયા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો વરસાદ (Heqavy Rain) થી ભીંજાયા, તો અષાઢી બીજે દક્ષિણ ગુજરાત (South Gujarat) માં મેઘરાજા મનમુકીને વરસ્યા

અમદાવાદ : અષાઢી બીજે રાજ્યના અનેક શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર રહ્યું હતું તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેગરાજાએ ધમાકેદાર બેટીંગ કરી અમી છાંટણા કર્યા હતા. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટા, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, અમેરલીમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી મનમુકીને વરસ્યા હતા તો, દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, બારડોલી, નવસારીમાં ધમાકેદાર વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં કયા પંથકમાં કેવો રહ્યો વરસાદ

અષાઢની શરુઆતમાં જ મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો વરસાદથી ભીંજાયા. રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. અસાઢી બિજ નું શુકન સાચવતા હોય એમ સવારથી જ કાળા ડીબાંગ વાદળો આવી ચઢ્યા, અને જેતપુરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદ ખાબકતા ધોરાજીના 3 દરવાજા ચકલા ચોકમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત જેતપુર ધોરાજી અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા હતા. તમને જમાવી દઈએ કે, બપોર બાદ ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પવનના સુસવાટા સાથે ભારે વરસાદ ખાબક્યો હતા. ધોરાજીના ફરેણી, જમનાવડ, મોટીમારડ, ભુતવડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આ તરફ જૂનાગઢ શહેરમાં ચાર દિવસ બાદ વરસાદી માહોલ છવાયો હકતો, સવારથી ભારે બફારો અને ઉકળાટ બાદ બપોરથી હળવા વરસાદી ઝાપટાં પડ્યાં હતા. સમગ્ર જીલ્લામાં ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો તો ક્યાંક ધોધમાર વરસ્યો. અષાઢી બીજનો વરસાદ ખેડૂતો માટે સુકનવંતો માનવામાં આવે છે. ઘણાં ખરાં ખેડૂતોએ વાવણી કરી લીધી છે અને હજુ ઘણી જગ્યાએ વાવણી બાકી છે ત્યારે વરસાદ થઈ રહ્યો હોય ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ.

બીજીબાજુ ભાવનગર શહેર અને જીલ્લામાં મેઘસવારી આવી પહોંચી. ભાવનગર શહેર સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો તો ક્યાંક વીજળીનાં કડાકા સાથે વરસાદ પડ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી.

તો લાંબા વિરામ બાદ બોટાદના બરવાળા શહેર સહિતના તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી. રોજીદ, કાપડીયાળી, ખમિદાણા, રામપરા સહિકના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો.

ગીર સોમનાથમાં વેરાવળ તાલાળા સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ. વેરાવળના પંડવા, ભેટાલી, માથા, સુલિયા સહિતના વિસ્તારોમાં વાવણી પછી સમયસર વરસાદ આવતા ખેડૂતોને હાશકારો થયો હતો.

રાજ્યના ચેરાપુંજી સમાન અમરેલી પંથકમાં મેઘો મહેરબાન થયો, ધારી શહેર સાથે ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધારીના ખીચા, ઝર, ખોખરામાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ધારી પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

દક્ષિણ ગુજરાતમાં ક્યાં મેઘરાજા મનમુકીને વરસ્યા?

અષાઢી બીજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા, સુરત શહેર સહિત અન્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, મોડી રાત્રીથી શરુ થયેલા વરસાદે સારી એવી ઝમાવટ કરી, ઓલપાડ તાલુકામાં 24 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

આ તરફ કડોદરામાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા, કડોદરા ચાર રસ્તા નજીક ભરાવો થતાં ચાર રસ્તા પર ટ્રફિક જામના દ્રશ્યો સર્જાયા. તો 24 કલાકમાં ખાબકેલા 8 ઈંચ વરસાદે કામરેજને પાણી-પાણી કરી નાખ્યું. ભારે વરસાદને કારણે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા.

તો આ તરફ જિલ્લા ના બારડોલી પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો. બારડોલી નગર ના પણ વિવિધ વિસ્તારો માં ભારે પવન સાથે હાલ વરસ્યો હતો. સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ પડતા માંડવી તાલુકાના મુજલાવ વાવીયા ખાડી પર પાણી ફરી વળ્યાં. ભારે વરસાદને કારણી ખાડીમાં પાણી આવતા લોકોને માંડવી તરફ 15થી 20 કિમી ફરીને જવાની ફરજ પડી હતી.

નર્મદા જિલ્લામાં પણ ધીમે-ધીમે ચોમાસું જામ્યું છે. રાજપીપળામાં લાંબા સમયની રાહ બાદ વરસાદી ઝાપટું પડતા વતારણમાં ઠંડક પ્રસરી. અત્યાર સુધી હાથતાળી આપી રહેલા વરસાદે નર્મદાના પાંચ તાલુકાને ભીંજવી દીધા. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે..

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને પ્રવેશદ્વાર વઘઈમાં વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા અને તળેટી વિસ્તાર માં વરસાદ વરસ્યો. ગિરિમથક ખાતે વરસાદ પડતા સહેલાણીઓ માં ખુશી વ્યાપી ગઈ. તળેટી તેમજ વઘઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માં વરસાદથી ધરતીપુત્રો રાજી થયા.

નવસારીના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. નવસારી શહેર સહિત ગણદેવી, બીલીમોરા, ચીખલીમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભગવાન જગન્નાથને જાણે જળાભિષેક થતો હોય તેમ વિવિધ સ્થળોએ વરસાદ વરસ્યો હતો.
First published:

Tags: Gujarat heavy rain, Gujarat monsoon 2022, Heavy rainfall, Monsoon 2022