Home /News /ahmedabad /Monsoon Gujarat: દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધ્યું, ગુજરાતમાં વરસાદ ક્યારે?
Monsoon Gujarat: દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધ્યું, ગુજરાતમાં વરસાદ ક્યારે?
ગુજરાતમાં વરસાદનું આગમન ક્યારે?
Gujarat Rain Forecast: ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યના લોકો કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તેની રાહ જોઈ રહ્યા છે. કેરળથી શરૂ થયેલું ચોમાસું (Kerala monsoon) હાલ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.
અમદાવાદ: દક્ષિણ પશ્ચિમનું ચોમાસું (Monsoon 2022) ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આજે કોંકણ અને મહારાષ્ટ્ર (Rain in Maharashtra)ના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ મુંબઈ (Mumbai first rain)ના કેટલાક વિસ્તારોમાં પણ આજે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ (Valsad rain) સહિતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે, તો હવામાન વિભાગે (Meteorological Department) પણ આજથી ચાર દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હાલ કેરળથી ચોમાસું ગોવા પહોંચ્યું છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણામાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળશે. હાલ મહારાષ્ટ્રમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં કેટલાક વિસ્તારમાં થન્ડર સ્ટોર્મની એક્ટિવિટી પણ રહી શકે છે. હાલ ભેજવાળા પવનને પગલે વરસાદી માહોલ જામ્યો છે.
ચોમાસું ક્યાં પહોંચ્યું?
હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે 11મી જૂનના રોજ કોંકણના મોટાભાગના ભાગો (મુંબઈ સહિત), મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો, સમગ્ર કર્ણાટક અને તમિલનાડુ, તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય અને મધ્યમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થન્ડર સ્ટોર્મ ગતિવિધિ જોવા મળશે. અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના વરસાદના ડેટા તપાસીએ તો પાંચમાંથી ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં સરેરાશથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે બે વર્ષ સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે, રાજ્યમાં ચોમાસું કોઈ વર્ષે વહેલું તો ક્યારેક મોડું પણ આવતું હોય છે. જેની ચોમાસા ઉપર વિપરીત અસર પડતી હોય છે. પરંતુ આ વર્ષનું ચોમાસું 15 જૂનની આસપાસ શરૂ થવાનું અનુમાન છે. શરૂઆતનું ચોમાસુ સારું રહેશે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કોઈપણ ઋતુ શરૂ થાય તેના પહેલા લાંબાગાળાની આગાહી કરતા હોય છે. જે પ્રમાણે દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.