Home /News /ahmedabad /વાવઝોડાની અસર ચોમાસાની પેટર્ન પર થશે? જાણી લો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

વાવઝોડાની અસર ચોમાસાની પેટર્ન પર થશે? જાણી લો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

ફાઇલ તસવીર

કેરળમાં ચોમાસું નિર્ધારિત સમય પહેલા આવી જવાની શક્યતા : અંબાલાલ પટેલ

વાવઝોડું (Cyclone Tauktae)) ટાઉતે ના કારણે સૌરાષ્ટ્રમાં બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે.જોકે વાવઝોડાના કારણે ગુજરાતમાં વરસાદ (Rains) પણ થયો અને મોટું નુકસાન પણ થયું.બંગાળની ખાડીમાં વાવઝોડું સક્રિય થઈ રહ્યું છે. વવાઝોડોની મુશ્કેલી વચ્ચે પણ ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેની રાહ જગતનો તાત જોઈ રહ્યો છે.જોકે ચોમાસાની શરૂઆત અંદમાનના (Andaman) દરિયા કિનારાથી થાય છે અને અંદમાનના ચોમાસાની (Monsoon) શરૂઆત થયા બાદ કેરળ (Kerala) તરફ આગળ વધે છે

દેશમાં ચોમાસાની શરૂઆતને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.કે દેશમાં ચોમાસાની શરૂઆત નિર્ધારિત સમય કરતાં વહેલું શરૂ થઈ જશે.અંદમાન ટાપુ પર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે.તો બંગાળની ખાડીમાં વાવઝોડું સક્રિય થઈ રહ્યું છે.અરબી સમુદ્રમાં સાનુકૂળ પરિસ્થિતિ છે.અને દેશના દક્ષિણ છેડે સમુદ્રનું તાપમાન ઊંચું છે.ઘણા બધા પરિબળના કારણે ચાલુ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત નિર્ધારિત સમય કરતાં વહેલું આવી જવાની શક્યતા છે.

આ પણ વાંચો : સુરત : યોગીચોકના સલૂનવાળાએ મંગાવ્યું હતું 24.60 લાખનું ડ્રગ્સ, ખેપીયાઓ ઝડપાઈ જતા ભાંડો ફૂટ્યો

26 થી 29 મેંના કેરળમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં વાવઝોડું સક્રિય થઈ રહ્યું છે.જો વાવઝોડુ બંગાળના ઉપસાગર પર વધુ અસર કરે તો જુનના ચોમાસાની શરૂઆત નબળી થઈ શકે કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ચોમાસું આગળ વધશે.અને ગુજરાતમાં ચોમાસુ 15 જૂન બાદ શરૂ થાય છે.જોકે કેરળમાં વહેલું ચોમાસુ શરૂ થશે તો પણ ગુજરાતમાં સમયસર ચોમાસુ આવશે.

15 થી 17 જુનના સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં વરસાદ થવાની શકયતા છે.21 જુનના પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.ચોમાસાનો વરસાદ 98 ટકા રહેવાનું અનુમાન છે.
" isDesktop="true" id="1098529" >

ગુજરાતમાં નિયમિત ચોમાસુ 21 જૂન પછી આવવાની શક્યતા છે.અને ગુજરાતના અન્ય ભાગોમાં 29 જૂન પછી ચોમાસુ સક્રિય થશે.જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં સારો વરસાદ થાય.પછોતરો વરસાદ પણ સારો થવાના કારણે રવિ પાક સારા થાય.

આ પણ વાંચો : રાજકોટ : સ્પામાં યોજાયેલી યુવક-યુવતીઓની દારૂ પાર્ટીમાં 'ધિંગાણું', ઈજાગ્રસ્ત યુવતીએ સિવિલમાં પણ મચાવી ધમાલ

કેરળમાં ચોમાસાની શરૂઆતને લઈ હવામાન વિભાગે પણ પૂર્વાનુમાન જાહેર કર્યું છે કેરળમાં 31 મેના ચોમાસાનું આગમન થવાનું અનુમાન છે સાથે આગળ પાછળ 5 દિવસ થઈ શકે.ત્યારર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે દેશમાં ચોમાસાનું આગમન સમય કરતાં વહેલુ થશે.
Published by:Jay Mishra
First published:

Tags: Ambalal Patel, Andaman, Cyclone Tauktae, Keral, Monsoon 2021

विज्ञापन