Home /News /ahmedabad /

ભારતમાં મંકી પોક્સની દસ્તક થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મંકી પોક્સ વોર્ડ તૈયાર કરાયો

ભારતમાં મંકી પોક્સની દસ્તક થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મંકી પોક્સ વોર્ડ તૈયાર કરાયો

અમદાવાદ સિવિલ હોસ્પિટલ

Ahmedabad Civil Hospital: સિવિલ હોસ્પિટલમાં પણ ટેસ્ટ કિટ રાખવામાં આવી છે. જેથી શંકાસ્પદ કેસ હોય તો ટેસ્ટ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ : ભારત દેશમાં મંકીપોક્સના (monkeypox) કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabd Civil Hospital) મંકી પોક્સ વોર્ડ (monkeypox ward) તૈયાર કરવામાં આવ્યો છે. હાલ તો 8 બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂર પડે તો 18 બેડ સુધીની વ્યવસ્થા કરવામાં આવશે. સરકાર દ્વારા ગાઈડલાઈન તૈયાર કરી દેવામાં આવી છે.  માર્ગદર્શિકાનું પાલન કરવાનું છે. જોકે, સિવિલ હોસ્પિટલમાં પણ ટેસ્ટ કિટ રાખવામાં આવી છે. જેથી શંકાસ્પદ કેસ હોય તો ટેસ્ટ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડોકટર રાકેશ જોષીએ ન્યુઝ 18 ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું છે. ભારત દેશમાં મંકી પોક્સના કેસ નોંધાયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાથી સજ્જ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. 8 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડે તો 18 બેડની વ્યવસ્થા વધારી શક્ય તેવી વ્યવસ્થા છે.  મંકીમાંથી માણસમાં અને માણસમાંથી માણસમાં રોગ આવે છે. એટલે આપણે તકેદારી રાખીએ કે, મંકી પોક્સ ન થાય. સાથે માસ્ક પહેરીએ જેથી કોરોનાથી બચાવશે સાથે મંકી પોક્સથી પણ બચી શકીએ.

Power Corridor: બાબુઓની અભદ્રતાનો વીડિયો વાયરલ

કોરોના બાદ મંકીપોક્સ

આફ્રિકાના દેશમાં મંકીપોક્સ કેસ જોવા મળતા હોય છે પરંતુ યુરોપન દેશમાં અમેરિકા, કેનેડા,ઓસ્ટ્રેલિયામાં મંકીપોક્સના કેસ આવ્યા છે. એક ચિંતાનો વિષય છે.અને ઝડપથી ફેલાય રહ્યો છે.એટલે ચિંતા કરવી પડે છે.માણસ થી માણસના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

કયા દેશમાં મંકીપોક્સના કેસ છે

આફ્રિકાના દેશમાં હજારોની સંખ્યામાં કેસ અવવતા હોય છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સ્વિઝરલેન્ડ, યુકેમાં મંકીપોક્સના કેસ છે. હવે ભારત દેશમાં પણ મંકી પોક્સ કેસ નોંધાઇ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ઘટશે

મંકીપોક્સ કેવી રીતે થાય છે

મંકીમાંથી વાયરસ માણસમાં આવે છે અને માણસ એક બીજાના સંપર્કમાં આવવાથી વાયરસ ફેલાય છે. વાયરસ લાગ્યો હોય તેના મો માંથી, નાક વાટેથી ફેલાય છે.

મંકીપોક્સના લક્ષણો શુ હોય છે?

શરૂઆતમાં સ્કીન પર ખંજવાળ આવે છે. તાવ આવે, પાણી ભરેલા ફોડલા પડી જાય અને પછી ફોડલા ફૂટી જાય છે.

મંકીપોક્સથી બચવા શુ કરવું જોઈએ?

મંકી પોક્સ લક્ષણ જોવા મળશે તો,  21 દિવસ આઇસોલેટ રાખવા જોઈએ. જેથી બીજા સંપર્કમાં નહિ આવે અને ફેલાય નહિ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन