અમદાવાદ : વેપારીને વ્યાજખોરની ધમકી, 'તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લે...'

વેપારીએ 10 ટકા વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા, 3.30 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર ગાડી લઈ ગયો હતો.

News18 Gujarati
Updated: September 10, 2019, 12:29 PM IST
અમદાવાદ : વેપારીને વ્યાજખોરની ધમકી, 'તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લે...'
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 10, 2019, 12:29 PM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે કૃષ્ણનગરમાં એક એવી ફરિયાદ નોંધાઇ છે કે જેમાં વેપારીએ ત્રણ લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લઇ 3.30 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં વ્યાજખોરે તેમની ગાડી પચાવી પાડી હતી અને ધમકી આપી કે, 'તારે કમિશનર કચેરી કે ગાંધીનગર ફરિયાદ કરવી હોય તો કરજે, મને કોઈ કંઈ નહીં કરે લે.'

ભાટ ગામ પાસે રહેતા કમલેશ ગોલવાણી કાલુપુર સિંધી માર્કેટમાં કપડાંની દુકાન ધરાવે કરે છે. એક માસ પહેલા સૈજપુર બોઘા ખાતે રહેતા કિરણ દેસાઇ પાસેથી તેમણે ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને બાદમાં મુદતે 3.30 લાખ રૂપિયા ચૂકવી પણ દીધા હતા. બાદમાં આ વ્યાજખોર કિરણ વેપારીના ઘરે આવ્યો અને તેની ગાડી લઇ ગયો હતો.

આ અંગે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા કિરણે વેપારી કમલેશભાઇને ધમકી આપી કે, તેણે કમિશનર કચેરીમાં કે ગાંધીનગરમાં ફરિયાદ કરવી હોય તો કરી લે. તેનાથી પણ મેળ ન પડે તો કોઇ લુખ્ખાઓને સોપારી આપી દે.' આ મામલે આખરે કંટાળીને કમલેશભાઇએ કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધી કિરણની શોધખોળ હાથ ધરી છે.

નકલી પાસપોર્ટ પર ઓમાન જાય તે પહેલા શખ્સ ઝડપાયો

સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઇમિગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો હતો. આ શખ્સને એરપોર્ટ પોલીસના હવાલે કરતા પોલીસે આકરી પૂછપરછ કરી હતી. શખ્સનું નામ સંતોષકુમાર ભગત હોવાનું સામે આવ્યું હતું. તેણે દિલ્હીના કોઇ એજન્ટ પાસે આ નકલી પાસપોર્ટ બનાવડાવ્યો હતો.

આરોપી

Loading...

બનાવની વિગત જોઈએ તો એરપોર્ટ પર એક શખ્સ ટિકિટ બતાવી ઓમાન જતો હતો. આ સમયે ઇમિગ્રેશન વિભાગમાં ચેકિંગ કરાવતા તેનો પાસપોર્ટ નકલી હોવાની જાણ થઇ હતી. જેથી ઇમિગ્રેશન અધિકારીઓએ તેની પૂછપરછ કરતા તે પોતે બિહારનો છે અને તેનું નામ સંતોષ યાદવ જણાવ્યું હતું. પાસપોર્ટ બાબતે પૂછતા તેણે કબૂલાત કરી કે તે પાસપોર્ટ તેણે રૂપિયા આપીને દિલ્હીના કોઇ એજન્ટ પાસે બનાવડાવ્યો હતો. આટલું જ નહીં તેની સાથે 15 જેટલા લોકોએ આવા ડમી પાસપોર્ટ બનાવડાવ્યા હતા. ઇમિગ્રેશન અધિકારીઓએ આરોપીને એરપોર્ટ પોલીસના હવાલે કરતા આરોપી સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...