Home /News /ahmedabad /અમદાવાદ: પ્રેમ આંધળો હોય છે! એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાણીલો કેવું કર્યું કારસ્તાન, હવે પસ્તાવો

અમદાવાદ: પ્રેમ આંધળો હોય છે! એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાણીલો કેવું કર્યું કારસ્તાન, હવે પસ્તાવો

પ્રતિકાત્મક તસવીર

એક તરફી પ્રેમમાં પાગલ યુવાન ભાવનગરથી અમદાવાદ પહોંચ્યો અને યુવતીના ઘરનું સરનામું શોધીને યુવતીના ઘરે પહોંચ્યો

અમદાવાદ : કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, અને એમાંય એક તરફી પ્રેમમાં પાગલ લોકો ક્યારેક ના કરવાનુ કામ કરતા હોય છે, અને પછી પસ્તાવાનો વખત આવે છે. આવો જ એક બનાવ શહેરના આંબાવાડી વિસ્તારમાં બન્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવાન ભાવનગરથી અમદાવાદ પહોંચ્યો અને યુવતીના ઘરનું સરનામું શોધીને યુવતીના ઘરે પહોંચી ગયો. એટલું જ નહીં જાહેરમાં યુવતીનો હાથ પકડી આઇ લવ યુ કહીને તેની છેડતી કરી.

આંબાવાડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, આજથી દોઢેક વર્ષ પહેલા તેના મોબાઈલ નંબર પર દશરથ બારૈયા નામના વ્યક્તિનો whatsapp મેસેજ આવ્યો હતો. જોકે ત્યારબાદ બંને ક્યારેક whatsapp પર વાતચીત કરતા હતા. પરંતુ lockdown દરમિયાન આ યુવતીએ તેના પતિને જાણ થઈ જશે અને ઘરમાં ઝગડા થશે તેવા ડરથી તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. યુવતીએ વાત કરવાનું બંધ કરી દેતા આરોપી તેને મેસેજ અને ફોન પર વાતચીત કરવા માટે દબાણ કરતો હતો અને ધમકી પણ આપતો હતો.

પાકિસ્તાની યુવતીને અમદાવાદના યુવાન સાથે Love થયો, રોકાઈ જ ગઈ, ફૂટયો ભાંડો

પાકિસ્તાની યુવતીને અમદાવાદના યુવાન સાથે Love થયો, રોકાઈ જ ગઈ, ફૂટયો ભાંડો

એટલું જ નહીં આજે સવારે ફરિયાદી યુવતી જ્યારે તેના ઘરની બહાર કામ કરી રહી હતી તે દરમિયાન આરોપી યુવતી સુધી આવી પહોંચ્યો હતો અને તેનો હાથ પકડીને તેને આઇલવયુ કહ્યું હતું. બાદમાં આરોપીએ યુવતીને ખેંચીને ઘરની દીવાલે લઈ ગયો હતો અને ત્યાં તેની છાતી દબાવીને તેની છેડતી કરી હતી.

અમદાવાદ : 'તારો પતિ મારો છે ક્યારેય નહીં છોડું', પતિ પત્ની ઔર વોનો વિચિત્ર કિસ્સો

અમદાવાદ : 'તારો પતિ મારો છે ક્યારેય નહીં છોડું', પતિ પત્ની ઔર વોનો વિચિત્ર કિસ્સો

જોકે યુવતીએ બૂમાબૂમ કરતા તેના પતિ અને પિતા બંને ત્યાં આવી પહોંચ્યા હતા અને આરોપીને ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો. આરોપી ભાવનગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને તે યુવતીનું સરનામું શોધતો શોધતો અહીં પહોંચ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધમાં છેડતીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Molestation, Young man, યુવતી