દલિતોએ 1-2 હજાર વર્ષ સહન કર્યું, સવર્ણો 100 વર્ષ સહન ન કરી શકે?: મોહન ભાગવત

News18 Gujarati
Updated: April 10, 2018, 9:09 AM IST
દલિતોએ 1-2 હજાર વર્ષ સહન કર્યું, સવર્ણો 100 વર્ષ સહન ન કરી શકે?: મોહન ભાગવત
મોહન ભાગવત (ફાઇલ તસવીર)

  • Share this:
આરએસએસના સુપ્રીમો મોહન ભાગવત સરદારસિંહ રાણાની વેબસાઇટના ઉદ્ઘાટનના પ્રસંગને લઈને બે દિવસથી અમદાવાદના મહેમાન બન્યા છે. મંગળવારે વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવશે. મોહન ભાગવત અમદાવાદમાં હાજર છે ત્યારે અનામતને લઈને તેમનો એક વીડિયો ફરતો થયો છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના SC/ST એક્ટમાં સુધારા અંગેના ચુકાદાનો દેશભરમાં દલિતો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં પણ ઘણા લાંબા સમયથી પાટીદારો અનામતની માંગણી કરી રહ્યા છે. તો બીજી તરફ અનામતના વિરોધમાં આજે એટલે કે 10મી એપ્રિલના રોજ સવર્ણો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ જ સમયે અનામતના વિચારો અંગે ભાગવતનો વીડિયો મીડિયામાં વહેતી થયો છે.

અનામતને લઈને ભાગવતે શું કહ્યું?

"સંઘનું કહેવું છે કે જ્યાં સુધી સામાજીક ભેદભાવ રહેશે ત્યાં સુધી સામાજીક અનામત રહેશે. જ્યારે પીડિત લોકો એવું કહેશે કે હવે સામાજીક ભેદભાવ ખતમ થઈ ગયો છે ત્યારે જઈને અનામત ખતમ થશે. સામાજીક ભેદભાવ ખતમ નથી થયો. અત્યારે પણ તેના દાખલા મળી જ રહે છે. હજી પણ પેપરમાં ઉદાહરણો આવતા રહે છે કે મંદિરમાં પ્રવેશ ન અપાયો. પાણી ભરવા માટે મારપીટ કરવામાં આવી. એટલું જ નહીં ઓફિસ કે અન્ય જગ્યાએ લોકોના વ્યવહારનું જીણવટથી નિરિક્ષણ કરશો તો પણ ખબર પડશે કે ભેદભાવ છે. પહેલાના જમાનામાં આ ભેદભાવ સહન કરી લેવામાં આવતો હતો. આજકાલ આને સહન નથી કરવામાં આવી રહ્યો. લોકોના મનમાંથી ભેદભાવ જવો જોઈએ."

"આ માટે અમે નિરિક્ષણ અને સર્વેક્ષણ શરૂ કર્યું છે. અમારો પ્રયાસ રહેશે કે તમામ હિન્દુની પાણી, મંદિર સહિતની જગ્યા એક જ હોય. મંદિરમાં તમામ હિન્દુને પ્રવેશ મળે, સ્મશાનમાં તમામ હિન્દુઓને પ્રવેશ મળે, એક જ જગ્યાએથી તમામ હિન્દુઓ પાણી ભરી શકે તેવી વ્યવસ્થા કરવાનો અમારો પ્રયાસ રહેશે. કોઈની સાથે અન્યાય ન થવો જોઈએ. અનામતનો લાભ મેળવનારા લોકો 1000-1500 વર્ષથી સહન કરતા આવ્યા છે. તેઓ સહન કરીને પણ હિન્દુ સમાજનું અવિભાજ્ય અંગ રહ્યા છે. તેઓ સહન કરીને પણ દેશ માટે લડ્યા છે. એ લોકોએ 1000 વર્ષ સહન કર્યું તો શું આપણે 100 વર્ષ સહન ન કરી શકીએ? આપણે સહન કરવું જોઈએ.

કોણ હતા સરદારસિંહ રાણા?

ભારતનાં રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન ક્રાંતિકારી સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઇજી કામાએ તૈયાર કરી હતી. મદનલાલ ધિંગરાએ જે પિસ્તોલથી લંડનમાં કોર્નેલ વોઇલીની હત્યા કરી હતી તે સરદારસિંહ રાણાની હતી. જોકે, કમનસિબે સરદારસિંહ રાણાના સમગ્ર જીવનને આવરી લેતું એક પણ આધારભૂત પુસ્તક આપણી પાસે ઉપલબ્ધ નથી પણ આ મેણું ભાંગવાના એક પ્રયાસરૂપે સરદારસિંહ રાણાના પ્રપૌત્રએ ખૂબ મહેનત કરી એક વેબસાઇટ તૈયારી કરી છે. સરદારસિંહ રાણાના જીવન અને કવનને આવરી લેતી વિગતો, તસવીરો, સરદારસિંહ રાણાને મહાનુભાવોએ લખેલા પત્રો સહિતની વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવશે.
First published: April 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...