આપઘાત પહેલા મોડેલ ખુશ્બુને પિતા સાથે થઇ હતી બોલાચાલી!

A
Updated: January 1, 1970, 5:30 AM IST
આપઘાત પહેલા મોડેલ ખુશ્બુને પિતા સાથે થઇ હતી બોલાચાલી!
અમદાવાદઃઅમદાવાદની મોડેલ ખુશ્બુ ભટ્ટએ તેના જોધપુર ખાતેના ઘરે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સોમવારના બપોરે પિતા સાથે જમવા બાબતે બોલાચાલી બાદ ખુશ્બુએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.ખુશ્બુ મોડલિંગ તેમજ જાણીતી કંપનીઓની ઇવેન્ટમાં એન્કરીંગનું કામ કરતી હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃઅમદાવાદની મોડેલ ખુશ્બુ ભટ્ટએ તેના જોધપુર ખાતેના ઘરે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સોમવારના બપોરે પિતા સાથે જમવા બાબતે બોલાચાલી બાદ ખુશ્બુએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.ખુશ્બુ મોડલિંગ તેમજ જાણીતી કંપનીઓની ઇવેન્ટમાં એન્કરીંગનું કામ કરતી હતી. સેટેલાઇટ વિસ્તારના જોધપુર ગામના સુકૃતિ ટાવરમાં રહેતી 27 વર્ષીય મોડેલ ખુશ્બુ ભટ્ટએ આપઘાત કરી લેતા  અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. સોમવારે ખુશ્બુએ તેના ઘરે ઉપરના રૂમમાં પંખે ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ખુશ્બુને તેના પિતા મીનેશભાઈ સાથે જમવા બાબતે બોલચાલી થઇ હતી અને  ત્યાર બાદ ખુશ્બુને લાગી આવતા ખુશ્બુએ આ પગલું  ભર્યું હોવાનું પોલીસ તપાસમા બહાર આવ્યું છે. ખુશ્બુનું પીએમ કર્યા બાદ તેનો મૃતદેહ  ઘરે લાવ્યા બાદ પરિવાર દ્વાર અંતિમવિધિ કરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ અહી ખુશ્બુ તેના વૃદ્ધ દાદી તેમજપિતા સાથે રહેતી હતી. ખુશ્બુએ પ્રેમલગ્ન બાદ છૂટાછેડા લીધા હતા.  
First published: March 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर