એડમિશન આપવા મનસુખ શાહે 65લાખ માગ્યા હતાઃધારાસભ્યએ કર્યો ઘટસ્ફોટ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
એડમિશન આપવા મનસુખ શાહે 65લાખ માગ્યા હતાઃધારાસભ્યએ કર્યો ઘટસ્ફોટ
વડોદરાઃવડોદરા સુમનદીપ વિધાપીઠના લાંચકાંડ મામલે ભાજપના એક ધારાસભ્યએ સ્ફોટક ઘટસ્ફોટ કર્યો છે.સુમનદીપ વિધાપીઠમાં એક મંત્રીના ભત્રીજાના એડમીશન માટે મનસુખ શાહે 65 લાખ રૂપિયાનું ડોનેશન માંગ્યુ હોવાનો સ્ફટોક ઘટસ્ફોટ ભાજપના ધારાસભ્ય કરતા રાજકીય મોર્ચે ખડભળાટ મચી જવા પામ્યો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરાઃવડોદરા સુમનદીપ વિધાપીઠના લાંચકાંડ મામલે ભાજપના એક ધારાસભ્યએ સ્ફોટક ઘટસ્ફોટ કર્યો છે.સુમનદીપ વિધાપીઠમાં એક મંત્રીના ભત્રીજાના એડમીશન માટે મનસુખ શાહે 65 લાખ રૂપિયાનું ડોનેશન માંગ્યુ હોવાનો સ્ફટોક ઘટસ્ફોટ ભાજપના ધારાસભ્ય કરતા રાજકીય મોર્ચે ખડભળાટ મચી જવા પામ્યો છે. mansukh shah sumandip kad વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલે અગાઉ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી મેડીકલ માફીયા મનસુખ શાહ માત્ર 15 વર્ષમાં 15 હજાર કરોડનો આસામી બની ગયો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.તો સાથે જ સુમનદીપ વિધાપીઠમાં એડમીશન માટે ડોનેશન પેટે લેવામાં આવતી રકમનો રેટ કાર્ડ પણ તેમને મુખ્યપ્રધાનને પત્રમાં આપ્યો હતો. ત્યારે આજે ફરી વખત યોગેશ પટેલે પોતાના સાથે બનેલી એક ઘટના વિશે જાણકારી આપી હતી.જેમાં તેમને કહ્યું કે તેઓ એક મંત્રીના ભત્રીજાના એડમીશનની ભલામણ લઈ સૂુમનદીપ વિધાપીઠના સંચાલક મનસુખ શાહ પાસે ગયા હતા ત્યારે મનસુખ શાહે 65 લાખનું ડોનેશન માંગ્યુ હતું.જેથી મંત્રીએ ડોનેશન ન આપી સુમનદીપ વિધાપીઠમાં પ્રવેશ લેવાનો ઈનકાર કર્યો હતો. ધારાસભ્ય યોગેશ પટેલે સુમનદીપ વિધાપીઠને સરકાર હસ્તક લઈ લેવાની માંગણી કરી છે.તો સાથે જ અમદાવાદ અને ભાવનગરમાં મનસુખ શાહે જમીનોમાં કરેલા કરોડો રૂપિયાના રોકાણની પણ તપાસની માંગણી કરી છે.સુમનદીપ વિધાપીઠમાં વિધાર્થી પરીક્ષામાં નાપાસ થતો હોય તો મનસુખ શાહ વિધાર્થી પાસેથી તગડી રકમ લઈ વસુલી તેને પાસ કરી આપતો હોવાનો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
First published: March 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर