Home /News /ahmedabad /ADR દ્વારા ધારાસભ્યના કામનો રિપોર્ટ જાહેર, જાણી લો કેટલું કેટલું કામ કર્યું

ADR દ્વારા ધારાસભ્યના કામનો રિપોર્ટ જાહેર, જાણી લો કેટલું કેટલું કામ કર્યું

ગુજરાત વિધાનસભા

ADR : વર્ષ 2018 થી 2022 સુધી ધારાસભ્યો (MLA) દ્વારા કરાયેલી કામગીરીનું વિશ્લેષણ કરાયું છે. 14 વિધાનસભામાં 10 સત્રો દરમિયાન 141 દિવસ વિધાનસભાનું કામ ચાલ્યું છે. છેલ્લા સત્રને બાદ કરતાં 9 સત્ર દરમિયાન 38,121 અને 10,224 અતારાંકિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા

વધુ જુઓ ...
અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી (Assembly elections) નજીક આવી રહી છે. ત્યારે ધારાસભ્ય (MLA) એ 5 વર્ષમાં કેટલા કામ કર્યા અને કેટલું બેજેટ વાપર્યું, તેમજ વિધાન સભા સત્રમાં કેટલા ધારાસભ્ય હાજર રહ્યા હતા, તેમજ કેટલા લોકોએ પોતાના વિસ્તારની સમસ્યા માટે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે તે તમામ મુદ્દા ADR દ્વારા ગુજરાત વિધાનસભાના વર્તમાન ધારાસભ્યોની કામગીરીનો રિપોર્ટ તૈયાર કરી જાહેર કર્યો છે.

વર્ષ 2018 થી 2022 સુધી ધારાસભ્યો દ્વારા કરાયેલી કામગીરીનું વિશ્લેષણ કરાયું છે. 14 વિધાનસભામાં 10 સત્રો દરમિયાન 141 દિવસ વિધાનસભાનું કામ ચાલ્યું છે. છેલ્લા સત્રને બાદ કરતાં 9 સત્ર દરમિયાન 38,121 અને 10,224 અતારાંકિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછા પ્રશ્નો સંસદીય તેમજ કલાઇમેટ ચેન્જ વિભાગના પૂછવામાં આવ્યા છે. સૌથી વધુ પ્રશ્નો અંગે ચર્ચા ખેતી, સહકાર, ખાણ અને ખનીજ, ગૃહ, પંચાયત અને મહેસૂલ વિભાગ અંગે થઈ છે.

5 વર્ષ દરમિયાન MLA લોકલ એરિયા ડેવલોપમેન્ટ ફંડમાંથી 1004.15 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. જેમાંથી 677.5 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. કુલ મંજૂર થયેલા 53,029 કામોમાંથી 40,428 એટલે કે 76 ટકા કામો પૂર્ણ થયા છે. 5 વર્ષના અંતે 600 કરોડ રૂપિયાનું MLA ને મળતું વણવપરાયેલું રહ્યું છે

ADRના સ્ટેટ કો ઓડીનેટર પંક્તિ જોગ જનવયહ હતું કે RTI કાયદા અંતર્ગત અરજી કરી પણ માહિતી મળી નથી.એટલે કલમ 18ફરિયાદ કરવામાં આવી છે. જોકે સુનવી બાકી છે

ધારાસભ્યને ચૂંટીને મોકલ્યા હોય ત્યારે વિધાનસભા હાજર રહે અને પોતાના વિસ્તારની પશ્ર્નો પૂછે તેવી લોકોને અપેક્ષા હોય છે.પરંતુ 95 ટકાથી ઓછા ધારાસભ્યોએ 50 થી ઓછી વખત માટે ચર્ચામાં ભાગ લીધો છે.36 ટકા જેટલા ધારાસભ્યોની ભાગીદારી 10 થી ઓછી વખત ચર્ચામાં સહભાગી થયા છે

વિધાનસભામાં ભાજપ તરફથી બોલનાર ધારાસભ્યમાં નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. જેથી સૌથી વધુ વખત વિધાનસભામાં બોલ્યા છે.તોકોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત તેમજ શૈલેષ પરમાર સૌથી વધુ વખત વિધાનસભામાં બોલતા નજરે પડ્યાં છે. વિધાનસભામાં સૌથી વધુ નીરસ રહેનાર 11 ભાજપના અને 5 કોંગ્રેસના ધારાસભ્યો સાબિત થયા છે.

આ પણ વાંચોSBI Report: SBIએ GDP વૃદ્ધિનું અનુમાન વધાર્યું, FY23માં વૃદ્ધિ દર 7.5% પર રહી શકે છે

ભાજપના MLA વિરેન્દ્રસિંહ જાડેજા, પુરુષોત્તમ સોલંકીએ માત્ર એક જ વખત ચર્ચામાં ભાગીદારી નોંધાવી છે. વિધાનસભામાં સૌથી વધુ હાજરી ભાજપના રમણ પટેલ, સુરેશ પટેલ, કુબેર ડિંડોર, પિયુષ દેસાઈ, મહેશ રાવલનો સમાવેશ.કોંગ્રેસમાંથી ડોક્ટર અનિલ જોશિયારા, કિરીટ પટેલ, વીરજી ઠુમ્મર, ઋત્વિક મકવાણા, ઇમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલનો સમાવેશ.
Published by:kiran mehta
First published:

Tags: BJP MLA, Gujarat MLA, Gujarat Politics, Gujarat vidhansabha

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો