રાજ્યમાં સ્કૂલ બંધને મિશ્ર પ્રતિસાદ, મોટાભાગની સ્કૂલો રાબેતા મુજબ ચાલુ

અમુક સ્કૂલોને બાદ કરતા મોટા ભાગની સ્કૂલો આજે રાબેતા મુજબ ચાલુ રહી છે. જોકે, સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે.

News18 Gujarati | News18 Gujarati
Updated: January 12, 2018, 10:11 AM IST
રાજ્યમાં સ્કૂલ બંધને મિશ્ર પ્રતિસાદ, મોટાભાગની સ્કૂલો રાબેતા મુજબ ચાલુ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati | News18 Gujarati
Updated: January 12, 2018, 10:11 AM IST
ગાંધીનગરઃ રાજ્યભરમાં વાલી મંડળો દ્વારા આજે શુક્રવારે શાળા બંધની જાહેરાત કરવામાં આવી છે. જોકે, સ્કૂલ બંધને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અમુક સ્કૂલોને બાદ કરતા મોટા ભાગની સ્કૂલો આજે રાબેતા મુજબ ચાલુ રહી છે. જોકે, સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે.

રાજ્યભરના વાલી મંડળોએ સ્કૂલ ફીમાં વધારાને લઈને બંધની જાહેરાત કરી છે. જોકે, ડીઈઓ દ્વારા આ બંધને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યું છે. સરકાર તરફથી પણ એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા કે સ્કૂલ બંધની જાહેરાત પાછી ખેંચવામાં આવે.

અમદાવાદમાં સ્કૂલ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અમુક વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે ન મોકલીને ફી વધારાનો વિરોધ કર્યો હતો. જ્યારે અમુક સ્કૂલો આજે રાબેતા મુજબ ચાલુ જ રહી છે.

વડોદરામાં સ્કૂલ બંધને મહદઅંશે સફળતા મળી છે, અહીં સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.

રાજકોટની વાત કરીએ તો અહીં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. સ્કૂલો ચાલુ છે પરંતુ વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી રહી છે. સુરતની વાત કરીએ તો અહીં સ્કૂલ બંધની જાહેરાત નિષ્ફળ રહી છે. સુરતમાં મોટા ભાગની શાળાઓ ચાલુ રહી છે.

જોકે, વાલી મંડળ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે જે સ્કૂલમાં પરીક્ષા છે ત્યાં વાલીઓ બંધમાં જોડાશે નહીં. સ્કૂલ બંધને પગલે ખાનગી સ્કૂલના સંચાલકોએ સ્કૂલમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે. વાલી મંડળ દ્વારા આપવામાં આવેલા બંધને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ અને વાહન સંચાલકોએ પણ ટેકો આપ્યો છે.
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर