અમદાવાદ : દેશમાં પાણીના સંચય અને પીવાના પાણીના કુદરતી સ્રોતોના સંવર્ધન (Water Conservation) કરવાના હેતુથી અને તેની લોક જાગૃતિ કેળવવાના હેતુથી ન્યૂઝ18 નેટવર્ક (News 18 Network) દ્વારા હાર્પિક ઇન્ડિયાના (Harpic India) સંયુક્ત ઉપક્રમે મિશન પાની (Mission Paani) ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે મુંબઈ ખાતે એક મંચ પર દેશના જુદા જુદા ક્ષેત્રના ટોચના વ્યક્તિઓ વોટરથોન (Waterthon) કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા. આ કાર્યક્રમમાં જળસંચય માટે થઈ રહેલા નક્કર પ્રયાસો ઉપરાંત ભાવિ આયોજનો અંગે મહાનુભાવોએે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani in Waterthon)પણ વીડિયો કૉન્ફરન્સથી જોડાયા હતા અને તેમણે આ કાર્યક્રમમાં ગુજરાતની જળશક્તિનો પરચો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજયનાં 93 લાખ મકાનો પૈકી ફક્ત 20 લાખ મકાનો જ નળથી જળ મેળવી શકતા નથી જે આગામી બે વર્ષમાં આ સુવિધા મળી જશે
સીએમ રૂપાણીએ કહ્યું, ' મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં હાલમાં 73 લાખ ઘરોમાં 'નળથી જળ' પહોંચાડવામાં આવી રહ્યું છે. બાકીના 20 લાખ ઘરો છે જે છૂટક વસાહતો છે અથવા પહાડો પર છે તેમના માટે સામૂહિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે લક્ષ્ય બનાવ્યું છે. 2022 સુધી વધેલા તમામ ઘરમાં નળથી જળ પહોંચાડવામાં આવી રહ્યા છે.
તેમણે ઉમેર્યુ કે 'દર મહિને 1 લાખ ઘરોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે. ગુજરાત એવું રાજ્ય છે જ્યાં સુવેજ ટ્રીટમેન્ટ કેપેસિટીનો સૌથી વધુ ઉપયોગ થયું છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્ય શૌચ મુક્ત થઈ ગયું છે. રાજ્યમાં સહકારી કામોનો લાંબો ઇતિહાસ છે. વર્તમાન સમયમાં દૂધ ઉત્પાદનમાં અમુલ તેનું મોટું ઉદાહરણ છે.'
CM રૂપાણીએ કહ્યું કે ' મેં વર્ષ 2017માં સુજલામ, સુફલામ, જળસંચય અભિયાનની શરૂઆત કરી હતી. જનતા અને એનજીઓ સાથે મળી અને આ અભિયાન અંતર્ગત તળાવને ઊંડા કરવા અને ચેકડેમને ડિસિલ્ટ કરવાનું કામ કરવાનું કામ કરવાનું આવ્યું છે. પ્રથમ વર્ષે 14,700 વોટરબોડીને ઊંડું કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 6,000 લાંબી કિલોમીટરની નહેરોને સાફ સફાઈ કરવામાં આવી. અમે 17,000 વાલ્વને રીપેર કર્યા છે. '