Home /News /ahmedabad /ચંદ્રયાન-2 માટે ઈસરો આજ કાલથી નહીં 2008થી કરી રહ્યું છે મહેનત

ચંદ્રયાન-2 માટે ઈસરો આજ કાલથી નહીં 2008થી કરી રહ્યું છે મહેનત

ચંદ્રયાન-2 માટે ઈસરો આજ કાલથી નહીં 2008થી કરી રહ્યું છે મહેતન

ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો

દીપિકા ખુમાણ, અમદાવાદ : ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રયાન માટે ઇસરોના વૈજ્ઞાનિકો આજકાલથી નહીં છેલ્લાં 11 વર્ષથી ચંદ્ર પરના અસ્તિત્વને સમજવા અને જાણવા માટે મહેનત કરી રહ્યા હતા. અમે તમને જણાવી રહ્યા છીએ કે ક્યારે શું ઘટના બની હતી.

18 સપ્ટેમ્બર 2008
તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતાવાળી કેબિનેટે ચંદ્રયાન-2 મિશનની મંજૂરી આપી હતી. જે પછીના વર્ષનું મિશન પ્લાનિંગ અને તેની તૈયારીમાં નીકળી લાગ્યા હતા. મિશનમાં દેશી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

15 જુલાઈ 2019
આશરે 11 વર્ષના અંતરાલ પછી ચંદ્રયાન-2 આ દિવસે લોન્ચિંગ માટે તૈયાર થયું હતું. સમગ્ર દેશની નજરો કાઉનડાઉન પર હતી. જોકે અંતમાં ટેકનિકલ ખામીના કારણે ચંદ્રયાન-2 મિશનને ટાળવું પડ્યું.

આ પણ વાંચો - ચંદ્રયાન-2 : 15 મિનિટમાં કેવી રીતે માર્ગ ભટકી ગયું ઇસરોનું લેન્ડર વિક્રમ?

18 જુલાઈ 2019
ઈસરોએ ટેકનિકલ ખામીનો ઓછા સમયમાં જ ઉકેલ લાવી દીધો અને 18 જુલાઈના રોજ ઘોષણા કરી કે 22 જુલાઈના રોજ ચંદ્રયાન-2નું લોન્ચિંગ થશે.

22 જુલાઈ 201922
જુલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.

24 જુલાઈ 2019
પૃથ્વીની પહેલી કક્ષામાં સ્થાપિત કરવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી.

26 જુલાઈ 2019
પૃથ્વીની બીજી કક્ષામાં સ્થાપિત કરવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી.

28 જુલાઈ 2019
પૃથ્વીની ત્રીજી કક્ષામાં સ્થાપિત કરવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી.

3 ઓગસ્ટ 2019
ઈસરોએ ચંદ્રયાન-2માંથી લેવાયેલી પૃથ્વીની પહેલી તસવીરોને મોકલી.

6 ઓગસ્ટ 2019
ઓગસ્ટ 2019ના રોજ ચંદ્રયાન-2ને પૃથ્વીની ચોથી અને અંતિમ કક્ષામાં સ્થાપિત કરવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી.

14 ઓગસ્ટ 2019
આશરે 23 દિવસ સુધી ધરતીની કક્ષામાં ચક્કર લગાવ્યા પછી સ્પેસક્રાફ્ટને ચંદ્રની કક્ષામાં મોકલવા માટે તૈયાર કરવામાં આવ્યાં.

20 ઓગસ્ટ 2019
ચંદ્રયાન-2 સફળતાપૂર્વક ચંદ્રની કક્ષામાં સ્થાપિત થયું.

22 ઓગસ્ટ 2019
ઈસરોએ ચંદ્રયાન-2થી લેવાયેલી તસવીરોને રીલિઝ કરી.

3 સપ્ટેમ્બર 2019
માત્ર ચાર જ સેકન્ડમાં ચંદ્રયાન-2 ચંદ્રની પહેલી કક્ષાને પાર કરી ગયું.

4 સપ્ટેમ્બર 2019
સેકન્ડમાં ચંદ્રયાન-2 ચંદ્રની બીજી કક્ષાને પાર કરી ગયું.

7 સપ્ટેમ્બર 2019
સાત સપ્ટેમ્બર એ જ તારીખ હતી. જેની સમગ્ર દેશ રાહ જોઈ રહ્યું હતું. મોડી રાતે આશરે 1.30થી 2.30 વચ્ચે ચંદ્રયાન ચંદ્રની સપાટી સુધી પહોંચવા માટે માત્ર 2 કિલોમીટર દૂર હતું તે સમયે અચાનક સંપર્ક તૂટી ગયો હતો.
First published:

Tags: Chandrayaan-2, Lander vikram, Mission Moon, Nasa, ઇસરો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો