મિશન 150: ગુજરાતમાં ભાજપે ઘડી આ રણનિતી!,કાર્યકરોને ઘેર-ઘેર પહોચવા નિર્દેશ!

A
Updated: January 1, 1970, 5:30 AM IST
મિશન 150: ગુજરાતમાં ભાજપે ઘડી આ રણનિતી!,કાર્યકરોને ઘેર-ઘેર પહોચવા નિર્દેશ!
અમદાવાદઃ યુપી અને ઉત્તરાખંડમાં ભાજપને પ્રચંડ બહુમત સાથે સત્તા મળી છે તો બહુમત ન હોવા છતાં ગોવા અને મણીપુરમાં ભાજપે સરકાર બનાવી અને કોંગ્રેસને વધુ એક ધોબી પછડાટ આપી સત્તા વિહોણી કરી મુકી છે. હવે આગામી મીશન ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. નરેન્દ્ર મોદીનું વાવાઝોડુ કહો કે મેજીક કે પછી અમિત શાહની રણનીતી. આ તમામ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે મચી પડશે. તેમાં પણ હવે કાર્યકરોને પ્રજાના ઘેર ઘેર પહોચી સાથે જોડવા પ્રયાસ શરૂ કરી દેવા હાઇકમાન્ડ દ્વારા નિર્દેશ આપી દેવાયા છે. મિશન 150 માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃ યુપી અને ઉત્તરાખંડમાં ભાજપને પ્રચંડ બહુમત સાથે સત્તા મળી છે તો બહુમત ન હોવા છતાં ગોવા અને મણીપુરમાં ભાજપે સરકાર બનાવી અને કોંગ્રેસને વધુ એક ધોબી પછડાટ આપી સત્તા વિહોણી કરી મુકી છે. હવે આગામી મીશન ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. નરેન્દ્ર મોદીનું વાવાઝોડુ કહો કે મેજીક કે પછી અમિત શાહની રણનીતી. આ તમામ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે મચી પડશે. તેમાં પણ હવે કાર્યકરોને પ્રજાના ઘેર ઘેર પહોચી સાથે જોડવા પ્રયાસ શરૂ કરી દેવા હાઇકમાન્ડ દ્વારા નિર્દેશ આપી દેવાયા છે. મિશન 150 માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. તકનો લાભ કેવી રીતે અને ક્યા લેવો એ ભાજપ સંગઠન ખૂબ સારી રીતે જાણે છે. પાંચ રાજ્યોમા ભાજપ તરફી પરિણામો જાહેર થયા છે ત્યારે ગુજરાતમા પણ ભાજપ દ્વારા વર્ષ 2017ની ચૂંટણી અત્યારથી જ કવાયત હાથ ધરાઇ છે. ત્યારે 18 માર્ચે રાજ્યભરમાં વિવિધ શક્તી કેન્દ્રો પર વિજય પર્વ મનાવવામા આવશે. 8000 થી વધુ શક્તી કેન્દ્રો પર ઉજવણીમાં સાંસદોથી માંડી કોર્પોરેટરો જોડાશે. યુપીથી શરૂ થયેલો પ્રચંડ મોદી-શાહનો વેવ ગુજરાત સુધી પહોચાડવા સંગઠનનો પ્રયાસ શરૂ થયો છે.
વિજય પર્વની ઉજવણી પહેલી નજરે ભલે ઉત્સવ લાગતો હોય પરંતુ આ કાર્યક્રમથી ભાજપ પોતાની સંગઠન શક્તિ મજબૂત કરવા માંગે છે. સાથે જ બૂથ સ્તરના કાર્યકર્તાઓ ને આ કાર્યક્રમ મારફતે પ્રજા સાથે જોડવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.
મહત્વનુ છે કે ગુજરાતમા વહેલી ચુૂંટણીની ચર્ચા છેલ્લા કેટલાય સમયતી ચાલી રહી છે સાથે જ ભાજપ 150 સીટોના લક્ષાંક સાથે ચાલી રહી છે.તેવા સમયમા કઇ પણ કાચુ ન કપાય તેમજ ક્યાક કચાસ ન રહી જાય તેને ધ્યાનમા રાખીને અત્યારથી જ કવાયત શરૂ કરાઇ છે. ત્યારે જોવાનુ એ છે કે ભાજપની આ રણનિતિ કેટલી કારગત નિવડે છે. કેમ કે દાયકાઓથી ગુજરાતમાં સત્તાનો સ્વાદ માણતા ભાજપ માટે આ ચુંટણી જીતવી કપરા ચડાણ સમાન છે. એક તરફ પાટીદારોનું આંદોલન, દલિતો પરના અત્યાચાર તો મહિલાઓની સુરક્ષા મુદ્દે સરકાર હાલમાં ઘેરાયેલી છે.
ફાઇલ તસવીર
 
First published: March 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर