Home /News /ahmedabad /

Ahmedabad Crime: વટવા GIDC વિસ્તારમાં વધુ એક પોસ્કોની ઘટના, 5 વર્ષની બાળકી પર દુષ્કૃત્ય

Ahmedabad Crime: વટવા GIDC વિસ્તારમાં વધુ એક પોસ્કોની ઘટના, 5 વર્ષની બાળકી પર દુષ્કૃત્ય

બાળકીને શરીરમાં ગુપ્ત ભાગે બળતરા થતા માતાએ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઇ હતી.

વટવા જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતાં સામે આવ્યું હતું કે આરોપી ઘરમાં એકલવાયું જીવન વિતાવતો હતો, તેમજ છૂટક મજૂરી કરતો હતો. જોકે તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ અથવા તેણે આ બાળકી અથવા તો અન્ય કોઈ બાળકી સાથે અગાઉ આ પ્રકારનું કોઈ દુષ્કૃત્ય કર્યું છે કે કેમ?

વધુ જુઓ ...
અમદાવાદ (Ahmedabad)માં મહિલાઓની સાથે નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી તેવી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. શહેરના વટવા જીઆઈડીસી (Vayva GIDC) વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર પાડોશીએ દુષ્કર્મ (Rape) આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 34 વર્ષીય યુવકે બાળકીને મોબાઈલ રમવા માટે આપવાનું કહીને ઘરમાં બોલાવી હતી અને શારીરિક ચેનચાળા કરતા બાળકીના માતા જોઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન (Vatva GIDC Police) વિસ્તારમાં રહેતા 28 વર્ષિય યુવકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓની પાંચ વર્ષની દીકરી ઘરના આંગણે રમી રહી હતી, ત્યારે પાડોશમાં રહેતા યુવકે દીકરીને મોબાઈલ રમવા માટે આપવાનું કહીને પોતાના ઘરમાં બોલાવી હતી. જે બાદ નરાધમ આરોપીએ બાળકીને સાથે અડપલા કર્યા હતા. જોકે તે સમયે બાળકીની માતાને દીકરી ઘરમાં કે આસપાસ ના દેખાતા તેણે પાડોશમાં જઈને જોતા દીકરીનો રડવાનો અવાજ સંભળાયો હતો, જેથી દરવાજો ખખડાવતા આરોપીએ દરવાજો ખોલ્યો હતો. ઘરમાંથી દીકરી રડતા-રડતા માતા પાસે આવી હતી અને માતાને સમગ્ર હકીકત જણાવી હતી.

આ પણ વાંચો- એક ટેસ્ટ અમદાવાદ પોલીસને રૂ.450 માં પડશે

મહત્વનું છે કે આ ઘટના બાદ બાળકીને શરીરમાં ગુપ્ત ભાગે બળતરા થતા માતાએ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ આ સમગ્ર મામલે પતિને જાણ કરી હતી. જેથી ઘટના સંદર્ભે વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં આરોપી સામે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જોકે ઘટના બાદ આરોપી પોતાના ઘરેથી ફરાર થઈ ગયો હોય પોલીસે આરોપીની શોધખોળ કરી તેની ધરપકડ કરી હતી. તેમજ બાળકીને અને આરોપીને મેડિકલ તપાસ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-રથયાત્રા પહેલા અમદાવાદમાં કોરોનાએ માથું ઉચક્યું, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

વટવા જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતાં સામે આવ્યું હતું કે આરોપી ઘરમાં એકલવાયું જીવન વિતાવતો હતો, તેમજ છૂટક મજૂરી કરતો હતો. જોકે તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ અથવા તેણે આ બાળકી અથવા તો અન્ય કોઈ બાળકી સાથે અગાઉ આ પ્રકારનું કોઈ દુષ્કૃત્ય કર્યું છે કે કેમ? તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad news, Gujarati news, Minor Rape Case

આગામી સમાચાર