Home /News /ahmedabad /અમદાવાદ: POCSOના આરોપીને પીડિતાના સોગંદનામાના કારણે bail મળ્યા, કોર્ટમાં થઈ આવી દલીલો

અમદાવાદ: POCSOના આરોપીને પીડિતાના સોગંદનામાના કારણે bail મળ્યા, કોર્ટમાં થઈ આવી દલીલો

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad News: આ કેસની સુનાવણીમાં વિશેષ ન્યાયાધીશ ટી કે રાણાએ ચુડાસમાને વિવિધ શરતો પર આરોપીને જામીન આપ્યા છે.

અમદાવાદ: મિર્ઝાપુરની વિશેષ પોક્સો કોર્ટે (Mirzapur POCSO court) સગીરા સાથે દુષ્કૃત્યના કેસમાં જેલમાં રહેલા આરોપીને જામીન આપવાનો આદેશ આપ્યો છે. આરોપીના જેલવાસના કારણે પીડિતા અને હાલ તેની પત્નીની તકલીફ લંબાશે તેવી દલીલ થઈ હતી. ઉપરાંત આ કેસમાં પીડિતાએ તેના સોગંદનામામાં પણ આ જ દલીલને કરી હતી અને આરોપીની તાત્કાલિક મુક્તિની વિનંતી કરી હતી.

આ કેસની વિગતો મુજબ, આ કેસમાં આરોપી અમરેલીના રહેવાસી નરેશ ચુડાસમા છે. તે 2018માં 15 વર્ષની સગીરા સાથે ભાગી ગયો હતો. ત્યારબાદ તેની સામે સૌપ્રથમ સુરેન્દ્રનગરના વાવણ પોલીસ સ્ટેશનમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે બંનેને પકડી પડ્યા ત્યારે દંપતીને સગીરાએ તેના પિતા સાથે જવાની ના પાડી હતી. જેથી તેને રાજકોટ ખાતેના મહિલા આશ્રય ગૃહમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ આ બંને ફરી એકવાર ભાગી ગયા હતા. જેથી સગીરાના પિતાએ પોક્સો અને આઈપીસી હેઠળ અમદાવાદની ધોલેરા પોલીસમાં બીજી ફરિયાદ નોંધાવી હતી.

બીજી વખત ભાગી ગયાના લગભગ ત્રણ વર્ષ બાદ નરેશ ચુડાસમાની ધોલેરા પોલીસે ધરપકડ કરી હતી અને કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસે તેની સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ ચુડાસમાએ જામીન માટે અરજી કરી હતી. જેમાં મિર્ઝાપુર ગ્રામીણ અદાલતમાં પોક્સોના વિશેષ ન્યાયાધીશે તેની સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન આરોપીએ નિર્દોષતાનો દાવો કર્યો હતો અને રજૂઆત કરી હતી કે, યુવતી 18 વર્ષની થઈ ત્યારે તેમણે 14 જૂન, 2021ના રોજ સબ રજિસ્ટ્રાર કચેરીએ લગ્નની નોંધણી કરાવી હતી.

આરોપીના એડવોકેટે વધુ દલીલ કરી હતી કે, લગ્ન બાદ આ દંપતી પતિ અને પત્ની તરીકે સાથે રહેવા માંડ્યું છે. જો આરોપીને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવે તો આ કેસમાં પીડિતાને નુકસાન થશે. કારણ કે તે આરોપીના ઘરે તેની પત્ની તરીકે રહે છે.

આ પણ વાંચો - Bopal Drugs Caseમાં મોટો ખુલાસો: નીલ પટેલ દર અઠવાડિયે લાખોનું ડ્રગ્સ ખરીદતો હતો

બીજી તરફ ફરિયાદી પક્ષ અને પીડિતાના પિતાએ જામીન અરજીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જેની સામે પીડિતાએ સોગંદનામું દાખલ કર્યું હતું અને આરોપીની તાત્કાલિક મુક્તિની રજુઆત કરી હતી. તેણે કહ્યું હતું કે, તેઓ લાંબા સમયથી પ્રેમમાં હતા અને તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી.

આ પણ વાંચો - પતિઓને ચેતવા જેવો કિસ્સો! Ahmedabadમાં પત્ની લગ્નના પાંચ વર્ષ બાદ ઘર છોડીને ભાગી ગઇ, આવું છે કારણ

તેણે સોગંદનામામાં જણાવ્યું હતું કે, પુખ્ત થયા બાદ તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા અને તેમના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે હવે તેના પરિવાર સાથે આરોપીના ઘરે રહે છે. જો તેના પતિને લાંબા સમય સુધી જેલમાં પુરી રાખવામાં આવે તો તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

આ કેસની સુનાવણીમાં વિશેષ ન્યાયાધીશ ટી કે રાણાએ ચુડાસમાને વિવિધ શરતો પર આરોપીને જામીન આપ્યા છે.
First published:

Tags: Minor girl, અમદાવાદ, ગુજરાત

विज्ञापन