Home /News /ahmedabad /

અમદાવાદ: સંબંધોનો સત્યાનાશ, સગા મામાએ સગીર ભાણીને રૂમમાં બંધ કરી કરી ગંદી હરકત

અમદાવાદ: સંબંધોનો સત્યાનાશ, સગા મામાએ સગીર ભાણીને રૂમમાં બંધ કરી કરી ગંદી હરકત

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

Ahmedabad News: ફરિયાદી યુવકનો સાળો બે ટાઈમ તેમના જ ઘરે જમવા પણ આવતો હતો. ગઈકાલે ફરિયાદી યુવક ફ્લેટના પાર્કિંગમાં હતા તે સમયે બ્લોકમાં ઉપરના માળે બૂમાબૂમ થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેમના સાળાના ઘરની બહાર ભીડ લાગી હતી.

અમદાવાદ: શહેરમાં વધુ એકવાર મામા ભાણીના સંબંધને લાંછન લાગે એવી ઘટના બની છે. એલિસબ્રિજ વિસ્તાર (Ellisbridge police station)માં રહેતો એક પરિવાર ઘરે હતો ત્યારે બ્લોકમાં જ રહેતા મામાએ ઘરે આવેલી ભાણીના કપડાં ઉતારી અડપલાં કરતા મામલો પોલીસ સ્ટેશન (Police station) પહોંચ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આંબાવાડી (Ambawadi)માં રહેતા 37 વર્ષીય યુવકને છ દીકરી અને બે દીકરા સંતાનમાં છે. યુવક છૂટક કલરકામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ જે મકાનમાં રહે છે ત્યાં જ તેમનો સગો સાળો રહે છે. જેની ઉંમર 39 વર્ષ છે.

એક જ બ્લોકમાં સાળો અને બનેવી અલગ અલગ મકાનમાં રહેતા હોવાથી ઘરમાં અવર જવર રહેતી હતી. ફરિયાદી યુવકનો સાળો બે ટાઈમ તેમના જ ઘરે જમવા પણ આવતો હતો. ગઈકાલે ફરિયાદી યુવક ફ્લેટના પાર્કિંગમાં હતા તે સમયે બ્લોકમાં ઉપરના માળે બૂમાબૂમ થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેમના સાળાના ઘરની બહાર ભીડ લાગી હતી.

કોઈને પૂછતાં તેઓને જાણવા મળ્યું કે તેમની 12 વર્ષ સાત માસની બાળકી મામાના ઘરે કપડાં લેવા ગઈ ત્યારે મામાએ તેણીના કપડાં કાઢી છાતીએ હાથ લગાડી અડપલાં કર્યા હતા. સગીરાની બહેન આ દ્રશ્ય જોઈ જતા તેણીએ બૂમાબૂમ કરી હતી. બાદમાં દીકરીને લઈને યુવક બ્લોકમાં નીચે આવ્યો હતો અને તેણીની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું કે બે દિવસ પહેલા પણ તેના મામાએ ઘરના બારી બારણા બંધ કરી કપડાં કાઢી તેણીને અડપલાં કર્યા હતા. આ વાત જાણ્યા બાદ ફરિયાદીએ પોતાના સાળા સામે જ એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે આરોપી યુવકની ધરપડક છે.

ગુજરાતના અન્ય સમાચાર:


આપની બીજી યાદી જાહેર


આમ આદમી પાર્ટી (AAP)એ આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Election 2022)ને લઈને ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા (Gopal Italia)એ ઉમેદવારની બીજી યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ આ પહેલા 10 ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. હવે વધુ નામ જાહેર કરવામાં આવ્યા છે. (વાંચો સમગ્ર અહેવાલ...)

16 વર્ષની કિશોરીને ગોળી મારી


બિહારમાં ગુનેગારો બેફામ બનીને ફરી રહ્યા છે. તાજા એક સમચાર પ્રમાણે રાજ્યની રાજધાની પટનામાં એક 16 વર્ષની વિદ્યાર્થિનીની ગોળી મારવામાં આવી છે. આ બનાવ બુધવારે સવારે બન્યો હતો. કાજલ નામની વિદ્યર્થિની ટ્યુશનથી પોતાના ઘરે પરત જઈ રહી હતી ત્યારે લાગ જોઈને અજાણી વ્યક્તિએ તેણીને ગોળી મારી દીધી હતી. આ આખો બનાવ નજીક લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. વિદ્યાર્થિનીને ગોળી મારવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन