Home /News /ahmedabad /

Molestation: 45 વર્ષના આધેડે સગીરાના ટેટુ કાઢવાની જગ્યાએ કપડા રિમુવ કર્યા, દસ દિવસમાં બે વાર પીંખી નાખી

Molestation: 45 વર્ષના આધેડે સગીરાના ટેટુ કાઢવાની જગ્યાએ કપડા રિમુવ કર્યા, દસ દિવસમાં બે વાર પીંખી નાખી

પકડાયેલા આરોપીની તસવીર

Ahmedabad crime news: 45 વર્ષીય આ નરાધમે તેના પાડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને દસ દિવસમાં બે વખત પોતાની હવસનો શિકાર બનાવી હતી.

અમદાવાદ: સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં (Ahmedabad) મહિલાઓ કે સગીરાઓ સુરક્ષિત ન હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. અમદાવાદના યુનિવર્સિટી (Ahmedabad) વિસ્તારમાં પાડોશી આધેડે 17 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી અને સગીરાને બ્લેકમેલ (black mail) કરતો હતો. જે મામલે સગીરાએ ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાની કોશિશ (suicide attempt) કરતા મામલો સામે આવ્યો અને પોલીસે ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી છે.

યુનિવર્સિટી પોલીસની કસ્ટડીમાં રહેલા આ 45 વર્ષીય નરાધમની ધરપકડ બળાત્કાર અને ધમકી આપવાના ગુનામાં કરવામાં આવી છે. 45 વર્ષીય આ નરાધમે તેના પાડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને દસ દિવસમાં બે વખત પોતાની હવસનો શિકાર બનાવી હતી. સાથે જ બળાત્કાર સમયનો વીડિયો રેકોર્ડ કરી સગીરાને ધમકી પણ આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

જેથી યુનિવર્સિટી પોલીસે પોક્સો, બળાત્કાર અને બ્લેકમેલીંગની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સગીરાના હાથમાં રહેલા ટેટુ હટાવવાના બહાને લઈ જઈ પહેલી વખત તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને તેનો વિડીયો રેકોર્ડ કરી બીજી વખત પણ તેની સાથે દુષ્કર્મ કર્યુ હોવાની હકિકત સામે આવી છે.

45 વર્ષીય નરાધમની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે કે પોતે પરિણીત છે. અને પરિવાર રાજસ્થાન વસવાટ કરે છે.. સાથે પાડોશી સગીરા ની માતા સાથે સારા સંબંધ હોવાથી તેના પર ભરોસો રાખી માતા સગીરાને આરોપીના ઘરે મોકલીને બહાર પણ જતી હતી.

આ પણ વાંચોઃ-Mothers Day: ઘર કંકાસથી કંટાળેલા પતિએ બે બાળકોની માતાનું ગળું કાપી કરી હત્યા

જોકે સગીરાએ ઉંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યા નો પ્રયાસ કરતા મામલો સામે આવ્યો અને પરિવારે નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.. જેથી પોલીસે તેની ધરપકડ કરી તેના મોબાઇલમાં રહેલા સગીરા ના ફોટા અને વીડિયો કબજે કરી, મોબાઈલ તપાસ માટે એફએસએલ ખાતે મોકલી આપેલ છે.

આ પણ વાંચોઃ-Accident: ટ્રકની ટક્કરથી કાર સવાર પતિ પત્નીનું દર્દનાક મોત, ઢાબા પર જમીને પરત ફરતી વખતે મોત ભેટ્યું

છેડતી અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં મોટાભાગના કેસમાં ભોગ બનનાર ના પરિચિત જ આરોપી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અજાણ્યા યુવકો ની નજરો થી બચી જતી સગીરા અને મહિલાઓ પરિચિત ની હવશ થી કેવી રીતે બચશે તે એક મોટો પ્રશ્ન છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર